• મંગળવાર, 08 જુલાઈ, 2025

માર્ગો-પુલોને નુકસાનમાં જવાબદારી ફિક્સ કરો : મુખ્યમંત્રી

4 સ્ટેટ હાઈવે, 5 અન્ય માર્ગ, 144 પંચાયતના માર્ગ, એક નેશનલ હાઈવે વરસાદને લીધે બંધ : નગરો-મહાનગરોમાં રોડ તૂટી ગયા

કોન્ટ્રાકટરો ઉપર સકંજો કસવા નિર્દેશ

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આયોજિત સબંધિત વિભાગોના ઉચ્ચાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરો પણ જોડાયા

 

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.7 : રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકશાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુન: પૂર્વવત બનાવવા તેમજ નુકસાનના કિસ્સામાં ઈજારદારોની જવાબદારી ફિક્સ કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી છે. હાલ  સમગ્ર રાજ્યમાં ‘ખાડારાજ’ છે, રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ છે, રસ્તાઓ ખાડામાં ગયાં બાદ સીએમએ કડક આદેશો કરતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયાં છે.

રાજ્યમાં 15મી, જૂનથી ચોમાસાની શરૂઆત થઈ છે. જેને હજુ માંડ 22 દિવસ પસાર થયાં છે ત્યાં તો રાજ્યના કુલ સરેરાશ વરસાદના 46 ટકાથી વધુ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. જેમાં કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 ટકાથી વધુ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40-45 ટકાથી વધુ વરસાદ પડયો છે. પરિણામ સ્વરુપ ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 4205 લોકોનું સ્થળાંતર અને 684 લોકોનું રેસ્ક્યૂ કરાવ્યું છે. આ માટે સરકારે વિવિધ જિલ્લાઓમાં ગઉછની 13 અને જઉછની 20 ટીમો તૈનાત કરી છે. જ્યારે અન્ય ટીમો રિઝર્વ રાખી છે.

ભારે વરસાદને કારણે હાલની સ્થિતિએ (1) 4 સ્ટેટ હાઈવે (2) 5 અન્ય માર્ગો (3) 144 પંચાયતોના માર્ગો (4) 1 નેશનલ હાઈવે બંધ હાલતમાં છે. 

નગરો-મહાનગરોના રસ્તા પણ તૂટી ગયાં છે. લોકો હેરાન-પરેશાન છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, ગાંધીનગર ખાતે તમામ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરો પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.

બેઠકમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારો, નગરો-મહાનગરો સહિત નેશનલ હાઈવે, રાજ્ય ધોરીમાર્ગ, પંચાયત હસ્તકના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં, મુખ્યમંત્રીએ, ભારે વરસાદથી હાઇવે, ગ્રામીણ-શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓ પુન: પુર્વવત બનાવવાની તાકીદની સાથે નાગરિક જીવનમાં રાજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવા અને જે કામોમાં ડિફેક્ટ લાયાબિલીટી પિરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે, મરામતની જરૂર પડી હોય તેવા કિસ્સામાં ઇજારદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવાવા જ જોઈએ એવો પણ સ્પષ્ટ આદેશ જારી કર્યો હતો.

અહીં તેમણે એવી પણ તાકીદ કરી હતી કે, કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.  આ હેતુસર ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે કાર્યરત 24ડ્ઢ7 કંટ્રોલ રૂમને માહિતી મળે કે તુરંત જ સંબંધિત અધિક્ષક, કાર્યપાલક, નાયબ ઈજનેરને સ્થળ પર જઈને મરામત માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તેમણે દિશાનિર્દેશો આપ્યાં હતાં.

 

વોટર લોગિંગની સમસ્યાના ઉપાયો હાથ ધરવા સૂચના

મુખ્યમંત્રીએ મહાનગરોમાં રસ્તા, અંડરબ્રિજ, વોટર લાગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં સત્વરે મરામત કામગીરી હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનો કર્યા હતાં. આ સમસ્યાના લાંબાગાળાના નિવારણના ઉપાયો હાથ ધરવાનું આયોજન કરવા, મરામત કામોમાં ગઇંઅઈં, માર્ગ મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી કરવા, વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાવા, પુલો-નાળા કોઝવેને નુકસાન કે ડામર રોડને નુકસાન જેવી બાબતો તાત્કાલિક ધ્યાન પર લેવા ખાસ તાકીદ કરી હતી.

 

નેશનલ હાઈવેને 83 કિલોમીટરમાં નુકસાન 58 કિલોમીટરની મરામતની કામગીરી પૂર્ણ

મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના માર્ગો, પુલો, હાઇવેની પ્રવર્તમાન સ્થિતિ અંગે માર્ગ-મકાન વિભાગ દ્વારા વિગતવાર પ્રેઝેન્ટેશન કરાયું હતું. જે માર્ગોને વરસાદને કારણે અસર થઈ છે ત્યાં મોટા ભાગે સ્ટ્રક્ચર અને બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. 243 જેટલા પુલો પર આવી કામગીરી હાથ ધરી તેના ડાયવર્ઝનનું સતત મોનિટારિંગ કરાય છે. અહીં, હાઈવેની સ્થિતિ અંગે ગઇંઅઈંના અધિકારીઓએ એવી વિગતો આપી હતી કે,

આ વર્ષે ચોમાસા દરમિયાન નેશનલ હાઈવેને જે 83 કિ.મી.માં નુકસાન થયું છે, તેમાંથી 58 કિલોમીટરમાં મરામત કામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ  પૂર્ણ કરી દેવાશે.  મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોના જનજીવનમાં માર્ગોની મરામતોમાં વિલંબને કારણે કોઈ રૂકાવટ આવે નહીં અને કામો સમયબદ્ધ ગુણવત્તાયુક્ત ધોરણે થાય અને આ માટે સંબંધિત વિભાગો પણ તત્કાલ મરામત કામો હાથ ધરીને લોક અપેક્ષા સંતોષે તેવી સૂચના તેમણે આપી હતી. 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં બનેલો બનાવ જૂની અદાવતમાં પરિવાર ઉપર ટોળાનો રિવોલ્વર બતાવી તલવાર-કુહાડીથી હુમલો July 08, Tue, 2025