• સોમવાર, 07 જુલાઈ, 2025

નિરજ ચોપરા ઘરઆંગણે 90 મીટરની બાધા પાર કરી શક્યો નહીં

ગઈ કલાસીક મીટમાં 86.18 મીટર થ્રો સાથે પહેલા સ્થાને

બેંગ્લુરુ, તા.6: ભારતનો સુપરસ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા અહીં યોજયેલા કલાસીક ઇન્ટરનેશનલ મીટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જો કે તે ઘરઆંગણે 90 મીટરની બાધા પાર કરી શક્યો ન હતો. ખુદના નામ પર યોજાયેલ નિરજ ચોપરા કલાસીક-202પ મીટમાં માતા-પિતાની હાજરીમાં ત્રીજા પ્રયાસમાં 86.18 મીટરનો જ્વેલિયન થ્રો કરી 12 ખેલાડીની ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પ્રથમ સ્થાને રહ્યો હતો. નિરજ ચોપરાનો આ સતત ત્રીજો ઇન્ટરનેશનલ ખિતાબ છે. આ પહેલા તેણે પેરિસ ડાયમંડ લીગ (20 જૂન) અને પોલેન્ડના ઓસ્ટ્રાવામાં ગોલ્ડન સ્પાઇક (24 જૂન)માં પહેલું સ્થાન

મેળવ્યું હતું.

કેન્યાનો એથ્લેટ જૂલિયસ યેગો 84.પ1 મીટર થ્રો સાથે બીજા અને શ્રીલંકાનો રૂમેશ પથિરગે 84.34 મીટર થ્રો સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક