• મંગળવાર, 08 જુલાઈ, 2025

પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો : તહવ્વુર રાણાની કબૂલાત

ઈંજઈં અને તૈયબા ઉપર કર્યા ખુલાસા : પાકિસ્તાનની પોલ ખુલી

નવી દિલ્હી, તા. 7 : મુંબઈમાં થયેલા 26-11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાએ સનસનીખેજ ખુલાસા કર્યા છે. અહેવાલ છે કે તહવ્વુર રાણાએ કબુલ્યું છે કે પોતે પાકિસ્તાની સેનાનો એજન્ટ હતો અને મુંબઈ એટેકમાં સામેલ હતો. આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. સૂત્રો અનુસાર રાણાએ ખુલાસો કર્યો છે કે તેણે ડેવિડ હેડલી સાથે પાકિસ્તાનના લશ્કર એ તૈયબાના અલગ અલગ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો અને તૈયબાના જાસૂસી નેટવર્ક તરીકે કામ કર્યું હતું.

રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રાણાએ માન્યું છે કે આતંકી હુમલા સમયે તે મુંબઈમાં જ હતો અને આતંકવાદી સાજિશમાં સામેલ હતો. તેણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જેવી જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું. અજીલ યુદ્ધના સમયે પાકિસ્તાની સેનાએ રાણાને સાઉદી અરબ પણ મોકલ્યો હતો.

રાણાના કહેવા પ્રમાણે આતંકવાદી હેડલીએ 2003થી 2004 વચ્ચે લશ્કર એ તેયબાના ત્રણ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. હેડલીએ બતાવ્યું હતું કે તે તૈયબા એક વૈચારિક સંગઠનથી વધારે એક જાસુસી નેટવર્ક તરીકે કામ કરે છે. રાણાએ ખુલાસો કર્યો છે કે નવેમ્બર 2008માં તે ભારત આવ્યો હતો અને આતંકી હુમલા પહેલા 20 અને 21 તારીખે મુંબઈમાં પવઈની એક હોટલમાં રોકાયો હતો. હુમલા પહેલા તે દુબઈના રસ્તે બીજિંગ માટે રવાના થયો હતો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મૂળનો આતંકી તહવ્વુર રાણા વર્તમાન સમયે ન્યાયિક હિરાસતમાં છે. 26 નવેમ્બર 2008માં થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય ષડયંત્રકારી ડેવિડ કોલમેન હેડલી ઉર્ફ દાઉદ ગિલાનીનો નજીકનો સહયોગી રાણા ચાર એપ્રિલના રોજ અમેરિકી શીર્ષ  અદાલત દ્વારા સમીક્ષા અરજી ખારિજ કરવામાં આવ્યા બાદ ભારત લવાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં બનેલો બનાવ જૂની અદાવતમાં પરિવાર ઉપર ટોળાનો રિવોલ્વર બતાવી તલવાર-કુહાડીથી હુમલો July 08, Tue, 2025