સોમવારે પણ શાપર-ગોંડલ વચ્ચે દોઢ કલાક ટ્રાફિક જામ રહ્યો : છતાં ટોલ વસૂલાત ચાલુ
આજે
કોંગ્રેસ ‘રોડ નહીં તો ટોલ નહીં’ આંદોલનનું ફૂંકશે રણશિંગું
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા. 7: ગોંડલ-રીબડા વચ્ચે ગઈકાલે રવિવારે રાત્રે હજારો વાહનચાલકોને ભૂખ્યા-તરસ્યા
3 કલાક સુધી ગંભીર હાલાકીનો સામનો કરવો પડયો હતો. રીબડા ટોલપ્લાઝા પર એનએચએઆઈ તથા ટોલ
સંચાલકોના અણઆવડતપૂર્ણ વ્યવસ્થાપનને કારણે વાહનોના લાંબા કાફલા અટકી ગયા અને જનજીવન
અસ્તવ્યસ્ત બન્યું હતું. વાહનોની 5 કિમીથી વધુની કતારો જોવા મળી હતી અને ઘણી એમ્બ્યુલન્સો
પણ ફસાતા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. સોમવારે સવારે પણ શાપર-ગોંડલ વચ્ચે દોઢ
કલાક ટ્રાફિક જામ રહ્યો હતો.
વાહનચાલકોને
પડતી આ પરેશાની છતાં આશ્ચર્યજનક રીતે ટોલ વસૂલાત ચાલુ રખાઈ છે.
રાજકોટ-જેતપુર
હાઇવે પર છેલ્લા એક અઠવાડિયાથી લોકો, વિરોધ પક્ષો તથા ઇન્ડ્રસ્ટ્રીઝના વિવિધ સંગઠનો
આ ટ્રાફિકજામ, બિસમાર વ્યવસ્થાપન તથા ટોલપ્લાઝા ઉપર ભારે અરાજકતા મુદ્દે સતત અવાજ ઉઠાવી
રહ્યા છે, રજૂઆતો થઇ રહી છે, છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે અને કોઇ
અસરકારક કાર્યવાહી કરાઇ નથી, એમ જણાવી આવતીકાલ તારીખ 8ના રોજ કોંગ્રેસ દ્વારા હાઈવે
હક્ક આંદોલન સમિતિ હેઠળ રોડ નહીં તો ટોલ નહીંનું રણશિંગું ફુંકવામાં આવશે. જેમાં કોંગ્રેસના
મોટા આગેવાનો જોડાશે.
નેશનલ
હાઈવે અને પોલીસ વિભાગની બેદરકારી
ટ્રાફિક
ક્લિયર કરવાનું મુખ્ય કામ ગઇંઅઈં તથા જિલ્લા પોલીસ વિભાગની જવાબદારીમાં આવે છે, તેમ
છતાં બંને વિભાગો બેદરકારી દાખવી ઘટનાને ગંભીર બનાવવામાં સહભાગી બન્યા છે. લોકો કલાકો
સુધી ટ્રાફિકમા ફસાયેલા રહ્યા છતાં કોઈ વ્યવસ્થા જોવા મળતી ન હતી અને વાહનચાલકો રોષે
ભરાતા હતા.
રાજકોટ
કલેક્ટર મૂકપ્રેક્ષક
આ ગંભીર
સમસ્યાના સંદર્ભે સ્થાનિક તંત્ર ખાસ કરીને રાજકોટ કલેક્ટર મૂકપ્રેક્ષક બની રહ્યા છે
અને લોકોની પીડા સામે સંવેદનશીલતા દર્શાવતી કોઈ કાર્યવાહી કરાતી દેખાઈ નથી.
3 મિનિટથી
વધુ સમય વાહન અટકે તો ટોલ ફ્રી સુવિધા
ગઇંઅઈંના
નિયમો મુજબ જો ટોલપ્લાઝા પર 3 મિનિટથી વધુ સમય વાહન અટકે તો ટોલ ફ્રી સુવિધા આપવી જરૂરી
છે. છતાં અહીં 3 કલાક સુધી ચાલકોને પીડા આપ્યા બાદ પણ ટોલ વસૂલાત યથાવત્ રહી છે, જે
સ્પષ્ટ રીતે નિયમોની ઉલ્લંઘના છે.