• સોમવાર, 07 જુલાઈ, 2025

વિરેન્દ્રગઢ- નરાળી વચ્ચે કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો, ચાલકની શોધખોળ

ધ્રાંગધ્રા, તા.6: ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ -નરાળી ગામ વચ્ચે પોલીસને ચકમો આપીને ભાગવા જતા સ્વીફટ ગાડીનો અકસ્માત સર્જાયો હતો જેમાં  સ્વીફટ ગાડી બળીને ખાક થઇ ગઇ હતી. કારની અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસ રાત્રીના સમયે હાઇવે પર પેટ્રોલિંગ કરતી હતી ત્યારે બાતમી મળેલી હતી કે, એક સ્વીફટ ગાડીમાં માલવણ તરફથી વિદેશી દારૂ ભરીને આવે છે તે હકીકતના આધારે પોલીસ દ્વારા ગાડીનો પીછો  કરાતા વિરેન્દ્રગઢ- નરાળી વચ્ચે સ્વીફટ ગાડીના ચાલે કે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં આગ લાગતા બળીને ખાસ થઇ ગઇ હતી. ત્યારે પોલીસ દ્વારા ગાડીમાં રહેલા વિદેશી દારૂ, સ્વીફટ કાર સહિત રૂ.3,14,933નો મુદ્દામાલ કબજે કરી સ્વીફટ ગાડીના ચાલક  સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક