• મંગળવાર, 08 જુલાઈ, 2025

વિંછિયાના સરપંચ અને તેની પત્ની પર સગા ભાઇનો જમીન પ્રશ્ને કુહાડાથી હુમલો

મારા ભાગે નબળી જમીન આવી છે કહી હુમલો કરતાં ફરિયાદ  

રાજકોટ તા.7: રાજકોટ જિલ્લાના વિંછિયાના સરપંચ અને તેની પત્ની પર સગા ભાઈએ કુહાડા વડે હુમલો કરતા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જમીન મુદ્દે ચાલતા મનદુ:ખમાં હુમલો કરતાં સરપંચની ફરિયાદ પરથી  પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

વિંછિયાના જસદણ રોડ કોટડાના રસ્તે રહેતા અને વિંછિયા ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવતા ચતુરભાઈ ભીખાભાઈ રાજપરા ઉ.56એ પોતાના સગા ભાઈ અશોક ભીખાભાઈ રાજપરા સામે વીંછિયા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 5/7ના સાંજે તે વીંછિયા જવાહરબાગ ખાતે હતા ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, વાડીએ અશોકભાઈ ગાળો બોલે છે જેથી પોતે વાડીએ ગયા હતા ત્યાં તેનો ભાઈ અશોક પત્નીને ગાળો આપતો હતો જેથી તેને ગાળો આપવાની ના કહેતા તે ઉશ્કેરાયો હતો અને કુહાડા વડે હુમલો કરતાં ફરિયાદીને કપાળ તથા માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી પત્ની લીલાબેન વચ્ચે પડતા અશોકે તેને પણ કુહાડાનો ઘા મારી દીધો હતો દરમિયાન અન્ય પરિવારજનો આવી જતા અશોક જતો રહ્યો હતો. ત્યાર બાદ દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વારસાઇ જમીનની વહેંચણી બાદ અશોક અવારનવાર મારા ભાગે નબળી જમીન આવી છે તેમ કહી ઝઘડો કરતો  હોવાનું જણાવતા વિંછિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક