• મંગળવાર, 08 જુલાઈ, 2025

ચીનને બંદર આપીને ઓસ્ટ્રેલિયાને પસ્તાવો

બંદરની લીઝ રદ કરવામાં આવે તો બન્ને દેશનાં વ્યાપારી સંબંધોમાં તનાવની આશંકા

નવી દિલ્હી, તા.7: ચીનને પોતાનું બંદર 99 વર્ષની લીઝ ઉપર આપીને ઓસ્ટ્રેલિયાને હવે પસ્તાવો થઈ ગયો છે. આને લઈને ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન એન્થની અલ્બનીઝ આગામી સપ્તાહે ચીનની સત્તાવાર યાત્રાએ જઈ રહ્યાં છે. કહેવાય છે કે, આ પ્રવાસ સામાન્ય કૂટનીતિક શિષ્ટાચારથી ઘણો આગળ નીકળી જવાનો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અલ્બનીઝનો સૌથી મોટો પડકાર દેશનાં ચાવીરૂપ ડાર્વિન બંદરને લઈને ચીનને ભરોસામાં લેવાનો રહેશે. આ બંદર ઓસ્ટ્રેલિયા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. અલ્બનીઝે આને ચૂંટણીનો મુદ્દો પણ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાને ડર છે કે, આ બંદરની લીઝ રદ કરાવવાથી ચીન સાથે તેનાં વેપાર સંબંધોને અસર થઈ શકે છે કારણ કે ચીન ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. આમ, હવે એ જોવું રસપ્રદ બની જવાનું છે કે, અલ્બનીઝની વાત ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગણકારે છે કે નહીં? આ ઉપરાંત આનાં હિસાબે બન્ને દેશનાં વેપારી સંબંધોમાં તનાવ પેદા થશે કે નહીં? અલ્બનીઝ 1પ જુલાઈ આસપાસ બીજિંગ પહોંચશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં બનેલો બનાવ જૂની અદાવતમાં પરિવાર ઉપર ટોળાનો રિવોલ્વર બતાવી તલવાર-કુહાડીથી હુમલો July 08, Tue, 2025