• મંગળવાર, 08 જુલાઈ, 2025

મૂળીના વગડિયા ગામે વાડીમાં રમતા બે વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો રાજકોટ સિવિલમાં દમ તોડી દેતા એમપીના શ્રમિક પરિવારમાં શોક

રાજકોટ, તા.7: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના વગડિયા ગામે વાડીમાં રમતાં 2 વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે માસુમનું મોત થતા મૂળ મધ્યપ્રદેશના ખેતમજૂર પરિવારમાં શોક વ્યાપી ગયો છે  કૂતરાએ હુમલો કરતા બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વગડિયા ગામે નટુભાઈની વાડીમાં રહી મજૂરી કરતાં કમલેશભાઇ કટારાનો બે વર્ષનો પુત્ર રાજેશ ગઈકાલ તા.6/7ના બપોરે વાડીએ હતો ત્યારે કૂતરાએ હુમલો કરતાં માથે, મોઢે તથા શરીરે બચકા ભરી લેતા ગંભીર ઈજા થતાં પ્રથમ મૂળી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવતા દાખલ કરવામાં આવ્યો હતો અહીં સાંજે ફરજ પરના તબીબોએ જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂ સહિતે નોંધ કરી મૂળી પોલીસને જાણ કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર હજુ એક મહિના પહેલા જ વતન મધ્યપ્રદેશથી અહીં ખેત મજૂરી કરવા આવ્યો હતા.ઁ બાળક ત્રણ ભાઈમાં નાનો હતો. માસૂમના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક