સર્વપક્ષીય મંચમાં સામેલ સાંસદોનું અભિયાન, 80 સાંસદે મેમોરેન્ડમમાં હસ્તાક્ષર કર્યા
નવી
દિલ્હી, તા. 7 : તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાના ઉત્તરાધિકારીની ચર્ચા વચ્ચે તેઓને ભારત
રત્ન આપવાનું અભિયાન જોર પકડી રહ્યંyં છે. અહેવાલ છે કે તિબેટ મામલો ભારતના સર્વપક્ષીય
મંચમાં સામેલ સાંસદોએ દલાઈ લામાને ભારત રત્ન અપાવવાની કવાયત કરી છે.દાવો છે કે 80 સાંસદોએ
હસ્તાક્ષર પણ કરી દીધા છે જ્યારે ફોરમના સંયોજક ભતૃહરિ મહતાબ ઘણી વખત નિર્વાસિત તિબેટીયન
સરકારના પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે.
ફોમરના
પુર્વ સંયોજક અને રાજ્યસભા સાંસદ સુજીત કુમારના કહેવા પ્રમાણે સમૂહ દલાઈ લામા માટે
ભારત રત્નની માગણી કરી રહ્યું છે. તેમણે જાણકારી આપી કે માગ કરતા મેમોરેન્ડમ ઉપર
80થી વધારે સાંસદોના હસ્તાક્ષર મળી ચુક્યા છે અને 100 સાંસદના હસ્તાક્ષર થતા જ તેને
જમા કરાવી દેવામાં આવશે.
વધુમાં
કહેવામાં આવ્યું હતું કે દલાઈ લામાના ઉત્તરાધિકારી ચૂંટવામાં ચીનની કોઈ ભૂમિકા નથી.
ફોરમે સંસદ સહિતના અલગ અલગ મંચ ઉપર તિબેટ સંબંધિત મુદ્દા ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
ખાસ કરીને ફોરના છ સાંસદ ડિસેમ્બર 2021મા નિર્વાસિત થયેલી તિબેટીયન સરકારના પ્રતિનિધિઓ
સાથે બેઠકમાં સામેલ થયા હતા.