60 દિવસ માટે શાંતિ, હમાસ બંધકો અને બંધકોનાં શબ ઈઝરાયલને પરત સોંપશે
નવીદિલ્હી,
તા.7: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ઈઝરાયલ અને ઈરાન પછી હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધવિરામ
કરાવવાની તૈયારીમાં છે. જાણવા મળતી વિગતો અનુસાર ગાઝા પટ્ટીની લડાઈ માટે બન્ને વચ્ચે
60 દિવસનાં યુદ્ધવિરામ માટે સહમતી સધાઈ ગઈ છે. તેનું સહમતીપત્ર પણ તૈયાર થઈ ગયું છે.
એવું પણ કહેવામાં આવે છે કે, હમાસ ઉપર ઈઝરાયલ હુમલા નહીં કરે તેની બાંયધરી પણ ટ્રમ્પ
આપવાનાં છે.
ગાઝા
યુદ્ધવિરામ અંગેની વિગતો ત્યારે બહાર આવી
રહી
છે જ્યારે ઈઝરાયલનાં પ્રધાનમંત્રી બેંજામિન
નેતન્યાહૂ સમજૂતી ઉપર વાતચીત માટે વ્હાઈટ હાઉસ જવાનાં છે. આ પહેલા નેતન્યાહૂએ કહ્યું
હતું કે, હજી પણ હમાસનાં બાનમાં 20 બંધક છે અને 30 મરાયા છે. એ તમામને પરત લાવવા માટે
તેમણે પ્રતિજ્ઞા લીધી છે. નેતન્યાહૂએ આગળ કહ્યું હતું કે, ગાઝા હવે ખતરો નહીં બને તેનો
ભરોસો હું ઈઝરાયલને આપું છું.
યુદ્ધવિરામની
સમજૂતીની મીડિયામાં બહાર આવેલી વિગતો અનુસાર ઈઝરાયલ અને હમાસ વચ્ચે 60 દિવસનાં યુદ્ધવિરામ
ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત હમાસ 10 જીવિત અને 18 બંધકોનાં શબ ઈઝરાયલને સોંપી
દેશે. આ દરમિયાન ઈઝરાયલની સેના બફર ઝોનમાં રહેશે. આ ઉપરાંત ગાઝામાં મોટાપાયે સહાયતાઓ
પણ પહોંચતી કરવામાં આવશે.