• મંગળવાર, 08 જુલાઈ, 2025

ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટમાં આફ્રિકાના વિયાન મુલ્ડરના રેકોર્ડબ્રેક 367 અણનમ રન

વિદેશી ધરતી પર સૌથી વધુ રન કરનારો બેટર બન્યો

ટેસ્ટ ક્રિકેટનો પાંચમો સૌથી વધુ વ્યકિતગત સ્કોર

આફ્રિકાએ 5 વિકેટે 626 રને દાવ ડિકલેર કર્યોં : ઝિમ્બાબ્વેનો ધબડકો

બુલાવાયો તા.7: દક્ષિણ આફ્રિકાના ઇનચાર્જ કેપ્ટન વિયાન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટમાં 367 રનની અણનમ ઇનિંગ રમીને કીર્તિમાનની હારમાળા રચી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ પાંચમો સૌથી મોટો વ્યકતિગત સ્કોર છે. મુલ્ડર પાસે 400ના સ્કોર સુધી પહોંચવાની તક હતી, પણ તેણે પ વિકેટે 626 રને આફ્રિકાનો દાવ ડિકલેર કરવાનો નિર્ણય લીધો હતો. વિયાન મુલ્ડરે 334 દડામાં 49 ચોક્કા અને 4 છક્કાથી અણનમ 367 રનની વિક્રમી ઇનિંગ રમી હતી.

વિદેશી ધરતી પર મુલ્ડર સૌથી વધુ રન કરનારો બેટર બન્યો છે. આ રેકોર્ડ પહેલા પાક.ના હનીફ મહમદના નામે હતો. તેમણે 19પ8માં બાર્બાડોસમાં વિન્ડિઝ સામે 337 રન કર્યાં હતા. મુલ્ડર આફ્રિકા તરફથી ત્રેવડી સદી કરનારો હાશિમ અમલા પછીનો બીજો બેટર બન્યો છે. અમલાએ 2012માં ઇંગ્લેન્ડ સામે ઓવલમાં 311 રન કર્યાં હતા. મુલ્ડરે 324 દડામાં 3પ0 રન પૂરા કર્યાં હતા. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 3પ0 રન છે.  તેણે પોતાની ઇનિંગમાં 49 ચોક્કા ફટકાર્યાં હતા. એક ઈનિંગમાં સૌથી વધુ ચોક્કાની સૂચિમાં તે બીજા સ્થાને છે. પહેલા સ્થાને એડરિચ છે. તેણે 310 રનની ઈનિંગ દરમિયાન પ2 ચોક્કા લગાવ્યા હતા.

મેચના બીજા દિવસે ચાના સમય પછી ઝિમ્બાબ્વે ટીમ 170 રનમાં ઓલ આઉટ થઇ હતી. અને ફોલોઓન થવું પડયું હતું.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં બનેલો બનાવ જૂની અદાવતમાં પરિવાર ઉપર ટોળાનો રિવોલ્વર બતાવી તલવાર-કુહાડીથી હુમલો July 08, Tue, 2025