• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભારતને ખાલિસ્તાની હેપ્પી પાસિયાનું થશે પ્રત્યાર્પણ ! તહવ્વુર રાણા બાદ વધુ એક દુશ્મનનો થશે હિસાબ

નવી દિલ્હી, તા. 7 : આતંકવાદ સામેની લડાઈમાં ભારતને વધુ એક સફળતા મળી છે. અહેવાલ છે કે ટૂંક સમયમાં ખાલિસ્તાની આતંકવાદી હેપ્પી પાસિયાને પ્રત્યાર્પિત કરીને અમેરિકાથી ભારત લાવવામાં આવશે. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. થોડા સમય પહેલા જ 26-11ના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામા આવ્યો હતો અને તેની પુછપરછ ચાલી રહી છે.

એક અખબારી અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ પુષ્ટી કરી છે કે પાસિયાને સુરક્ષા ઘેરામાં દિલ્હી લાવવામાં આવશે. હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાએ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયા અને તેના અમેરિકાના સહયોગી દરમન કાહોલ અને અમૃત બલ સાથે અપરાધની દુનિયામાં એન્ટ્રી કરી હતી. તે અજનાલાના પાસિયા ગામનો રહેવાસી છે. પાસિયાએ સપ્ટમ્બર-ઓક્ટોબર 2023મા રિંદા સાથે મળીને પંજાબમાં ખંડણી સહિતના કામો કર્યા હતા અને બાદમાં નાસી છુટયો હતો. તેણે અમૃતસરમાં દારૂના કોન્ટ્રાક્ટરો ઉપર ગોળીબાર, આગજની સહિતની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને આઈએસઆઈનો મહત્ત્વનો એજન્ટ પણ બન્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વિંછિયાના મોટા માત્રા ગામની સીમમાં બનેલો બનાવ જૂની અદાવતમાં પરિવાર ઉપર ટોળાનો રિવોલ્વર બતાવી તલવાર-કુહાડીથી હુમલો July 08, Tue, 2025