• શુક્રવાર, 01 મે, 2026

વડોદરા : વિદેશ જવાના નામે લાખોની છેતરાપિંડી : પિતા-પુત્ર સામે ફરિયાદ

કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી કુલ 8.50 લાખ રૂપિયા પડાવી લીધા

વડોદરા, તા.29: વડોદરાના આજોડ ગામના એક યુવકને કેનેડામાં વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી કુલ 8.50 લાખ રૂપિયાની છેતરાપિંડી આચરવામાં આવી છે. વર્ષ 2023માં શરૂ થયેલી આ પ્રક્રિયામાં ભેજાબાજોએ ખોટા દસ્તાવેજો, નકલી વેબસાઇટ અને બનાવટી ઈમેઇલ બતાવી યુવકને ત્રણ વર્ષ સુધી અંધારામાં રાખ્યો હતો. અંતે કોઈ જ વિઝા પ્રક્રિયા ન થઈ હોવાનું જણાતા જ્યારે યુવકે પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ ધાકધમકી આપી નાણાં આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં યશ ધવલભાઈ મહેતાએ કશ્યપ પટવા અને તેના પિતા જિજ્ઞાસુ પટવા (તિરુપતિ કન્સલ્ટન્સી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ યુવકને એવી ધમકી પણ આપી હતી કે તેમની પહોંચ ઉપર સુધી છે અને તેઓ તેનું ભવિષ્ય બગાડી દેશે. હાલ પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક