ટ્રમ્પની
હાજરીમાં બ્રિટિશ કિંગ ચાર્લ્સે વાતવાતમાં રોકડું પરખાવ્યું
વોશિંગ્ટન,
તા. 29 : વ્હાઇટ હાઉસમાં ડિનર કાર્યક્રમ દરમિયાન બ્રિટનના કિંગ ચાર્લ્સે અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વાતવાતમાં રોકડું પરખાવી દીધું હતું. કાર્યક્રમ દરમિયાન
કિંગ ચાર્લ્સ તૃતીયના હળવા તેમજ આકરા અંદાજમાં ઈતિહાસનો ઉલ્લેખ કરતા ટ્રમ્પને કહ્યું
હતું કે, જો નોર્થ અમેરિકામાં અંગ્રેજોનો હસ્તક્ષેપ ન હોત તો કદાચ અમેરિકનો આજે ફ્રેન્ચ
બોલી રહ્યા હોત.
આ વાતચીત
એવા સમયે થઈ હતી જ્યારે બન્ને નેતાઓએ બ્રિટન અને અમેરિકા વચ્ચે વિશેષ સંબંધ અંગે ઉત્સાહ
બતાવ્યો હતો. આ ડિનરમાં ઈરાન યુદ્ધના તનાવની અસર પણ જોવા મળી હતી. તેવામાં બ્રિટિશ
કિંગના કટાક્ષમા યુરોપીયન સહયોગીઓની ટ્રમ્પની ટિપ્પણી અને ઈરાન જંગમાં મદદ ન કરવાને
લઈને આપેલાં નિવેદનની અસર જોવા મળી હતી. કિંગ ચાર્લ્સે કાર્યક્રમમાં કહ્યું હતું કે,
ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે અમેરિકા ન હોત તો યુરોપીયન દેશ જર્મન બોલી રહ્યા હોત. તેવામાં
પોતે કહેવા માગે છે કે તો શું બ્રિટન ન હોત તો અમેરિકનો ફ્રેન્ચ બોલી રહ્યા હોત ? આ
વાત ઉપર કાર્યક્રમમાં હાજર લોકો હસવા લાગ્યા હતા.