PSGનો
બાયર્ન મ્યૂનિચ સામે 5-4 ગોલથી વિજય
પેરિસ,
તા.29 : વર્તમાન ચેમ્પિયન ટીમ પેરિસ સેન્ટ જર્મેન (પીએસજી)એ શરૂઆતમાં પાછળ રહી શાનદાર
વાપસી કરીને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલના પહેલા રાઉન્ડમાં બાયર્ન
મ્યૂનિચ વિરુદ્ધ પ-4 ગોલથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. ચેમ્પિયન્સ લીગ ઈતિહાસમાં
કોઈપણ સેમિ ફાઇનલ મુકાબલામાં આ સર્વાધિક ગોલનો (કુલ 9 ગોલ)નો નવો રેકોર્ડ બન્યો છે.
સેમી ફાઇનલનો બીજો મેચ આવતા સપ્તાહે રમાશે. ચેમ્પિયન્સ લીગના નોકઆઉટ રાઉન્ડમાં આથી
વધુ ગોલ થયા છે. 2020માં ક્વાર્ટર ફાઇનલમાં બાયર્ન મ્યૂનિચનો બાર્સિલોના વિરુદ્ધ 8-2
ગોલથી વિજય થયો હતો.