• શુક્રવાર, 01 મે, 2026

વર્ચ્યુઅલ સુનાવણીમાં અશ્લીલ વીડિયો !

હાઈકોર્ટની કાર્યવાહી દરમિયાન સિસ્ટમ હેક થવાનું પ્રાથમિક તારણ

નવી દિલ્હી, તા. 29 : દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે 100થી વધુ જાહેરહિતની અરજીઓ પર વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક અશ્લીલ વીડિયો ચલાવાતાં હડકંપ મચ્યો હતો. જો કે, સિસ્ટમ હેક થઈ હોવાના કારણે આવું બન્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલૂમ પડયું હતું. વીડિયો ચલાવતાની સાથે જ સુનાવણી તાત્કાલિક થોડીવાર માટે બંધ કરી દેવાઈ હતી. આ મામલે દિલ્હી પોલીસના આઈએફએસઓ યુનિટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એક મીડિયા હેવાલ મુજબ, દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વહીવટી સ્તરે રજિસ્ટ્રાર જનરલને જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહી રેકોર્ડ કરવી એ નિયમોની વિરુદ્ધ છે. જો કોઈએ તેનું રેકોર્ડિંગ કર્યું હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

 સુનાવણી દરમિયાન વીડિયો ચલાવવામાં આવ્યા બાદ ક્રીન પર એક સંદેશ પણ દેખાયો કે, તમારી સિસ્ટમ હેક થઈ ગઈ છે, અશ્લીલ વીડિયો બે વાર ચલાવવામાં આવ્યો અને મ્યુઝિક વીડિયો ત્રીજી વખત ચલાવવામાં આવ્યો.  વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ઘણા લોકો જોડાયેલા હતા, તેમાંથી એક ક્ષિતિજજીત સિંહ હતા. શરૂઆતની પૂછપરછ દરમિયાન, ક્ષિતિજજીતએ દાવો કર્યો હતો કે, તેનું એકાઉન્ટ અમેરિકાથી હેક કરવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન પોર્નોગ્રાફિક વીડિયો કેવી રીતે ચલાવવામાં આવ્યો તે તેમને ખબર નહોતી. એડિશનલ સોલિસીટર જનરલ ચેતન શર્માએ મુખ્ય ન્યાયાધીશને જણાવ્યું હતું કે, વર્ચ્યુઅલ કોર્ટ કાર્યવાહી દરમિયાન ભૂતકાળમાં આવી ચિંતાજનક ઘટનાઓ બની છે, જે કોર્ટની ગરિમાને અસર કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક