ન્યૂ ચંદિગઢ તા.28: ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કોસ સ્ટોઇનિસના 22 દડામાં 4 ચોક્કા અને 6 છક્કાથી આતશી-અણનમ 62 રનની મદદથી આઇપીએલના આજના મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સે 4 વિકેટે 222 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ફિનિશર સ્ટોઇનિસે પાવર હિટિંગ કરી 19મી ઓવરમાં 17 અને 20મી ઓવરમાં 24 રનનો ઉમેરો કરી પંજાબની સ્થિતિ વધુ સંગીન બનાવી દીધી હતી. પંજાબ તરફથી આ સિવાય ઇન ફોર્મ ઓપનર પ્રભસિમરન સિંહે વધુ એક આક્રમક અર્ધસદી કરી હતી. પંજાબની ઇનિંગમાં 12 છક્કા અને 18 ચોક્કા હાઇલાઇટ રહ્યા હતા.
જો
કે પંજાબની શરૂઆત આ વખતે બહુ સારી રહી ન હતી. પ્રિયાંશ આર્ય 11 દડામાં પ ચોક્કા-1 છક્કાથી
29 રનની કેમિયો ઈનિંગ રમી આઉટ થયો હતો. પાવર પ્લેમાં પંજાબનો સ્કોર 1 વિકેટે 6પ રન
થયો હતો. પ્રભસિમરનના સાથમાં કૂપર કોનોલીએ 14 દડામાં 2 ચોક્કા-3 છક્કાથી 30 રનની ઈનિંગ
રમી હતી. પ્રભસિમરન સિંઘ 44 દડામાં 6 ચોક્કા-1 છક્કાથી પ9 રનેઆઉટ થયો હતો. જયારે કપ્તાન
શ્રેયસ અય્યરે 27 દડામાં 1 ચોક્કા-1 છક્કાથી 30 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન
તરફથી સ્પિનર યશ રાજ પૂંજાને 2 અને આર્ચર-બર્ગરને 1-1 વિકેટ મળી હતી.