• મંગળવાર, 28 એપ્રિલ, 2026

અમરેલીમાંથી 4.11 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમરેલી,તા.27: અમરેલી જિલ્લામાં દારૂની બદીને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક પેટ્રાલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન બાતમી મળી હતી કે એક ફોર વ્હીલમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી બાબરા તાલુકાના ભીલા ગામ પાસે આ વાહનને અટકાવ્યું હતું. તલાશી લેતા તેમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિય દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને વાહન સહિત લાખોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ સફળ રેઇડમાં મધ્યપ્રદેશના વતની ઈડા જુવાનાસિંહ માવી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાતની સૂચનાથી એલ.સી.બી. ટીમે કુલ 1,06,080ની કિંમતની 624 નંગ દારૂની બોટલો, 5000નો મોબાઈલ અને 3 લાખની કાર મળી કુલ 4,11,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની તપાસ માટે બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક