• બુધવાર, 29 એપ્રિલ, 2026

પાછલી હારની નિરાશામાંથી ટીમ બહાર આવી નહીં : અક્ષર

નવી દિલ્હી, તા.28: દિલ્હી કેપિટલ્સે શનિવારે પંજાબ કિંગ્સ સામે 264 રનનો પહાડ સમાન સ્કોર બનાવ્યો હતો. આમ છતાં હાર સહન કરી હતી. બે દિવસ પછી સોમવારે આરસીબી વિરુદ્ધ દિલ્હી ટીમે 4 ઓવરમાં 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિલ્હી કેપિટલ્સ 16.3 ઓવરમાં 7પ રનમાં ઓલઆઉટ થઇ હતી. બાદમાં આરસીબીનો 81 દડા બાકી રહેતા 9 વિકેટે જોરદાર વિજય થયો હતો.

આરસીબી સામેની કારમી હાર પછી દિલ્હીના કપ્તાન અક્ષર પટેલે કહ્યું કે મને લાગે છે કે પાછલા મેચમાં જે થયું એથી ટીમમાં થોડો ડર હતો. આટલા રન કરવા છતાં તમને ભાગ્યે જ હાર મળે છે. અમે વિશાળ ટોટલ પણ બચાવી શક્યા ન હતા. જેનો ભાર આજે ખેલાડીઓ પર લગભગ હતો. આજે અમારી સાથે નસીબ પણ ન હતા. અમારા બેટર સેટ થયા પછી આઉટ થયા નથી. તેમને સેટ થવાનો મોકો જ ન મળ્યો. અમે આ દિવસને ભુલીને આગળ વધશું. ભુવનેશ્વર અને હેઝલવૂડ વિશ્વસ્તરીય બોલર છે. તેઓ કોઇ પણ મેદાન પર શરૂઆત સ્વિંગ મેળવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક