-મંદિરે દર્શન કરી નાહવા પડÎા, એકને બચાવવા જતા અન્ય ત્રણ પાણીમાં ગરક ઃ પિતા પુત્ર સહિત ચારને પાણી રૂપી કાળ ગળકી ગયો
-િરક્ષા ચાલકનાં પરિવારની કરુણાંતિકાથી ભારે શોક, કોઈ પર્વ કોઈ વિસર્જન નહિ છતાં દુર્ઘટના બની ઃ જાહેર જળાશયો પર સલામતી વધારવાની જરૂર
રાજકોટ,તા.2ઃ અસહ્ય ગરમી અને લૂ વચ્ચે આજે બપોરે 4 વાગ્યે આજી ડેમ સાઇટ પર એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. શહેરના ઘાંચીવાડ પાસે આવેલા નવયુગ પરા વિસ્તારમાં રહેતા જાદવ પરિવારના સભ્યો આજી ડેમ નજીક આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા અને પોતાની રીક્ષા ધોવા માટે તેઓ ડેમના કિનારે ગયા હતા. કોને ખબર હતી કે આ આનંદની પળો થોડી જ વારમાં માતમમાં ફેરવાઈ જશે. રીક્ષા ધોઈને આજીડેમના પાણીમાં નહાવા પડેલા આ પરિવારના ચાર સભ્યો ડૂબી જતા તેમના મૃત્યુ થયા હતા. કમકમાટીભરી આ ઘટનાથી શોકનું મોજું ફેલાયું છે.
ઘટનાની વિગતો મુજબ, રીક્ષા ધોયા બાદ ઠંડક મેળવવા માટે ભરતભાઈ દેવજીભાઈ જાદવ(ઉવ.42) અને તેના બે પુત્રો જાદવ ધવલ (ઉ.વ.17), જાદવ
રોહિત (ઉ.વ.26) અને તેમના સાળાનો દીકરો મકવાણા ધ્રુવ સંજયભાઈ (ઉ.વ.15) ડેમના
પાણીમાં હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન એક બાળક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ પરિવારના અન્ય સભ્યો અને પિતા તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યા હતા. પરંતુ પાણીનો અંદાજ ન આવતા અને કાદવના કારણે એક પછી એક એમ ચારેય વ્યક્તિઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
કિનારા પર હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ,
ફાયર બ્રિગેડ અને આજી ડેમ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ડી.સી.પી. હેતલ પટેલ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીમાંથી ચારેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢÎા હતા. એકસાથે ચાર સભ્યોના મોતથી પરિવાર પર આભ તૂટી પડÎું હતું.
પોલીસે તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડÎા હતા. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.પોલીસ હાલ આ મામલે એક્સિડન્ટલ ડેથનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. વધુ વિગત મુજબ મૃતક ભારતભાઈ જાદવ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે
આ ઘટનાએ સમગ્ર રાજકોટને હચમચાવી દીધું છે. ખાસ કરીને વેકેશનના સમયમાં જ્યારે બાળકો જળાશયો તરફ આકર્ષાય છે, ત્યારે વાલીઓએ પણ વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય બની છે. આજી ડેમ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર ડેમ સાઇટ પર ચેતવણીના બોર્ડ અને ચુસ્ત બંદોબસ્ત રાખવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી છે.