• રવિવાર, 03 મે, 2026

નમનની અર્ધસદી : મુંબઈના 159 રન અંશુલ કમ્બોજની ત્રણ વિકેટ

નવી દિલ્હી, તા. 2 : આઈપીએલમાં શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટે 159 રન કર્યા હતા. મુંબઈ તરફથી નમન ધીરે અર્ધસદી કરી હતી. જ્યારે ચેન્નઈ તરફથી અંશુલ કમ્બોજે ત્રણ વિકેટ લીધી હતી.

મુંબઈને બીજી ઓવરમાં વિલ જેક્સના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તે માત્ર એક રન કરીને આઉટ થયો હતો. બાદમાં રિયાન રિકલ્ટનની વિકેટ પડી હતી. રિકલ્ટને અમુક મોટા શોટ્સ રમ્યા હતા અને 24 બોલમાં પાંચ છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા. વન ડાઉન આવેલા નમન ધીરે સારૂ પ્રદર્શન કરતા 37 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન કર્યા હતા. જેનો સાથે સુર્યકુમારે આપવાની કોશિશ કરી હતી પણ 21 રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડયા પણ ખાસ રમત બતાવી શક્યો નહોતો અને 23 બોલમાં 18 રન કર્યા હતા. જેના પરિણામે મુંબઈ મોટો સ્કોર કરી શક્યું નહોતું. 

ઇ-પેપરના નવા શુલ્ક