• રવિવાર, 03 મે, 2026

ગેસ સંકટમાં રાહતની આશા

45 હજાર ટન ગેસ લઈને ભારતનું સુપરટેન્કર હોર્મુઝમાંથી પસાર થવા તૈયાર

નવી દિલ્હી, તા.2 ઈરાન-અમેરિકા યુદ્ધનાં હિસાબે બંધ થયેલા હોર્મુઝ જળમાર્ગનાં કારણે દુનિયાભરમાં એલપીજીની ભારે કટોકટી સર્જાઈ ગઈ છે. ભારતમાં પણ સંકટની આગ આમજનતાને દઝાડવા લાગી છે. હાલમાં સરકારે કિલોનાં નાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 261 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં આશરે 1 હજાર રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દીધો હતો. હવે પેટ્રોલ અને ડીઝલમાં પણ ભાવ વધવાની આશંકા છે. દરમિયાન એક રાહતનાં સમાચાર આવ્યા છે. ભારતનું એક સુપર ટેન્કર ઓછામાં ઓછા 4 હજાર ટન એલપીજી ગેસ સાથે હોર્મુઝ પસાર કરી રહ્યું છે. ટેન્કર ભારત પહોંચતા ગેસ પુરવઠામાં રાહતની આશા છે. જો કે ટેન્કર હજી સુધી હોર્મુઝ પાર કરી ગયું છે કે, નહીં સ્પષ્ટ થયું નથી. સર્વશક્તિ ટેન્કર સમુદ્રી માર્ગે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. શનિવારે તે લારક અને કેસમ ટાપુ પાસે હતું. શિપ ટ્રેકિંગ ડેટા અનુસાર ઓમાનની ખાડી થઈને ટેન્કર ભારત પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની નાકાબંધી અને ઈરાને હોર્મુઝમાંથી કોઈ જહાજને પસાર નહીં થવા દેવાની ધમકીઓ આપેલી હોવાથી કોઈ જહાજ ત્યાંથી પસાર થતાં નથી.

નાકાબંધીનાં કારણે ભારતનાં કમસેકમ 14 જહાજ ફારસની ખાડીમાં અટવાઈ ગયા છે. બે જહાજોએ હોર્મુઝથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો પણ તેને ઈરાનની ચેતવણી પછી પરત જતું રહેવું પડÎું હતું. બીજીબાજુ ઈરાન સંબંધિત કમસેકમ 34 ટેન્કર અમેરિકી નાકાબંધીને ચકમો આપીને નીકળી પણ ગયા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક