• રવિવાર, 03 મે, 2026

રાહુલ-નિસંકાનાં તોફાને તોડયા રેકોર્ડ

નવી દિલ્હી, તા. 2 : આઇપીએલમાં શુક્રવારે રમાયેલા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે શાનદાર બેટિંગના દમ ઉપર રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં જોરદાર વાપસી કરી છે. 226 રનના મોટા લક્ષ્યને દિલ્હીએ માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. જે આઇપીએલ ઈતિહાસમાં દિલ્હીનો સૌથી સફળ ચેઝ બની ગયો છે.

 આ જીતનો હીરો કે એલ રાહુલ રહ્યો હતો. જેણે 75 રન કર્યા હતા. આ ઉપરાંત પથુમ નિસંકા 62 રન કરીને આઉટ થયો હતો. બન્નેએ પહેલી વિકેટ માટે 9.3 ઓવરમાં 102 રન જોડીને મેચ બદલી દીધો હતો. શરૂઆતમાં ધીરે રમ્યા બાદ રાહુલે ક્લાસિક શોટ્સ શરૂ કર્યા હતા અને રાજસ્થાનના બોલરો બેબસ થયા હતા. આવી જ રીતે નિસંકાએ પણ પોતાની તાકાત બતાવી હતી. આ ચેઝ ડીસી માટે સૌથી મોટો રનચેઝ બન્યો હતો. આ અગાઉ વાઈઝેગમાં દિલ્હીએ લખનઉ સામે 210 રન ચેઝ કર્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન સામે બીજો સૌથી મોટો ચેઝ બન્યો હતો. કેએલ રાહુલનાં નામે પણ એક રેકોર્ડ થયો છે. રાહુલ આઇપીએલમાં રાજસ્થાન સામે સૌથી વધુ વખત 50 પ્લસ સ્કોર કરનારો બીજો ખેલાડી બની ગયો છે. તેણે 8 વખત 50થી વધારે રન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક