આચારસહિંતાના ઉલ્લંઘનના કેસમાં કોર્ટનું તેડું
નવી દિલ્હી, તા.2 : ઉત્તર પ્રદેશ
સુલ્તાનપુરની વિશેષ એમપી-એમએલએ કોર્ટે લોકસભા ચૂંટણી-2014માં આચાર સંહિતાના ઉલ્લંઘન
કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર
જૈન અને સોમનાથ ભારતીને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે. ન્યાયિક મેજિસ્ટ્રેટ શુભન
વર્માએ સુનાવણી હાથ ધર્યા બાદ 30 એપ્રિલે નોટિસ ફટકારી તમામ આરોપીઓને હાજર થવા આદેશ
કર્યો છે. હવે આગામી સુનાવણી 15 મેએ હાથ ધરાશે. સરકારી વકીલ કાલિકા પ્રસાદ મિશ્રના
જણાવ્યા મુજબ, આ કેસ અગાઉ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટમાં પેન્ડિંગ હતો, પછી તેને તાજેતરમાં
જ વિશેષ એમપી-એમએલએ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આમ આદમી
પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરદ્ધ અમેઠી બેઠક પરથી ચૂંટણી
લડયા હતા.