ઓસ્ટ્રેલિયા દબદબા સાથે ટોચ પર
દુબઇ
તા.1: આઇસીસીએ આજે ટેસ્ટ ફોર્મેટના વાર્ષિક ટીમ ક્રમાંક જાહેર કર્યાં છે. હાલ મોટાભાગના
દેશ ટેસ્ટ ફોર્મેટથી દૂર છે. આમ છતાં આઇસીસી ટેસ્ટ ક્રમાંકમાં ફેરફાર જોવા મળે છે.
ટીમ ઇન્ડિયા એક સ્થાનના ફાયદાથી ત્રીજા ક્રમે આવી ગઇ છે. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પાછળ
રાખી દીધું છે. ટોચના ક્રમે ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. તે 131 રેટિંગ સાથે નંબર વન ટેસ્ટ
ટીમ છે.
બીજા
નંબર પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકા છે. તે ઓસ્ટ્રેલિયાથી 12 અંક દૂર છે. તેના
119 રેટિંગ પોઇન્ટ છે. જયારે ભારતીય ટીમ 104 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી ઇંગ્લેન્ડ
(104), ન્યુઝીલેન્ડ (101), પાકિસ્તાન (89), શ્રીલંકા (86), વેસ્ટ ઇન્ડિઝ (68), બાંગલાદેશ
(67) અને આયરલેન્ડ (2પ)ના નંબર આવે છે.
વર્લ્ડ
ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર ટીમ ઇન્ડિયા 6 નંબર પર છે. જેમાં પણ ઓસ્ટ્રેલિયા
વર્ચસ્વ સાથે ટોચ પર છે. આ પછી ન્યુઝીલેન્ડ, આફ્રિકા, શ્રીલંકા અને પાકિસ્તાન છે. ભારત
પછી ઇંગ્લેન્ડ, બાંગાલદેશ અને વેસ્ટ ઈન્ડિઝ છે.