• રવિવાર, 03 મે, 2026

છત્તીસગઢના કાંકેરમાં IED બ્લાસ્ટ ઃ 4 જવાન શહીદ

-આઇઇડી નિક્રિય કરતા સમયે થયો અચાનક વિસ્ફોટ, ત્રણનાં ઘટનાસ્થળે અને એકનું સારવાર દરમિયાન મૃત્યુ

 

નવી દિલ્હી, તા. 2 છત્તીસગઢમાં આવેલા કાંકેર અને નારાયણપુર જિલ્લાની સીમાએ ડી-માઈનિંગ ઓપરેશન દરમિયાન થયેલા આઇઇડી બ્લાસ્ટમાં શનિવારે ચાર જવાન શહીદ થયા હતા. ત્રણ જવાનોનાં ઘટનાસ્થળે અને  એક ઘાયલ જવાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતાં. વિસ્ફોટ આઇઇડીને નિક્રિય કરતા સમયે થયો હતો. જેમાં જવાનોને પહેલા તો તાકીદે ઉપચાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર આઇઇડી બ્લાસ્ટનો             બનાવ કાંકેર-નારાયણપુર સરહદ ક્ષેત્રમાં બન્યો હતો. ડીઆરજીની ટીમ નક્સલીઓ દ્વારા છુપાવવામાં આવેલી સામગ્રીઓની તલાશમાં નીકળ્યા હતા. દરમિયાન એક આઇઇડી મળી આવી હતી. જેને હટાવવા અને નિક્રિય કરવાના પ્રયાસમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને ત્રણ જવાન શહીદ થયા હતા. જે જવાન શહીદ થયા તેનાં નામ સુખરામ ભટ્ટી, કૃષ્ણા કોમરા અને સંજય ગઢપાલે છે. આઇઇડી નિક્રિય કરતા સમયે થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જવાનોને બચવા માટે સમય પણ મળ્યો નહોતો.

પોલીસનાં જણાવ્યા અનુસાર છોટેબેઠિયા પોલીસ સ્ટેશનની હદમાં વન વિસ્તારમાં ઘટના બની હતી. ડીઆરજીની એક ટીમ નક્સલીઓ દ્વારા લગાડવામાં આવેલા આઈઈડીની તલાશી ચાલી રહી હતી અને તેને નિક્રીય કરવામાં આવી રહ્યાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક