ICC કન્કશન નિયમ અનુસાર આજના મેચનો હિસ્સો નહીં
નવી
દિલ્હી, તા.1: દિલ્હી કેપિટલ્સનો આફ્રિકી ફાસ્ટ બોલર લુંગી એનગિડી ગંભીર ઇજામાંથી બહાર
આવી ગયો છે અને મેદાન પર વાપસી કરવા તૈયાર છે. જો કે તે આજના રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધના
મેચમાં દિલ્હી કેપિટલ્સની ઇલેવનમાં સામેલ થયો ન હતો. એનગિડીને 2પ એપ્રિલે પંજાબ કિંગ્સ
વિરુદ્ધના મેચ દરમિયાન કેચ લેતી વખતે માથામાં ગંભીર ઇજા થઇ હતી. આથી મેદાન પર જ એમ્બ્યૂલન્સ
બોલાવી તેને હોસ્પિટલ ભેગો કરાયો હતો. હવે તે ફિટ થયો છે. એનગિડીના પ્રેક્ટિસનો વીડિયો
દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
તે
ફિટ હોવા છતાં આજના મેચમાં હિસ્સો બની શકયો ન હતો. તેનું કારણ આઇસીસીનો નવો નિયમ છે.
એનગિડીની ઇજા વખતે દિલ્હીને કન્કશન સબ્સ્ટીયૂટ મળ્યો હતો. તેના સ્થાને વિપરાજ નિગમ
ઇલેવનમાં સામેલ થયો હતો. જૂન-202પથી આઇસીસીએ નિયમ બનાવ્યો છે કે જો કોઇ ખેલાડી કન્કશનને
લીધે મેચ બહાર થાય તો તેણે 7 દિવસ સુધી અનિવાર્ય પણ મેચથી દૂર રહેવાનું રહેશે. એનગિડીને
2પ એપ્રિલે ઇજા થઇ હતી. આથી તે મેચથી દૂર રહ્યો હતો.