મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું : દોષીને ફાંસીની માંગ કરાશે; લોકોના રોષભેર દેખાવો
પૂણે, તા. 2 : મહારાષ્ટ્રના પૂણેમાં
માનવતાનું માથું શરમના ભારથી નમી પડે તેવી ઘટનામાં હવસખોર નરાધમે ચાર વર્ષની કુમળી
બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ પથ્થરથી કચડીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
પોલીસે 65 વર્ષના હેવાન ભીમરામ
કાંબલેની ધરપકડ કરી લીધી હતી. બાળકી નાનીના ઘરે વેકેશન હોવાથી આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર
ફડણવીસે કહ્યું હતું કે, સરકાર આ મામલાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરાવશે અને અપરાધીને
ફાંસીની સજાની માંગ કરશે. નરાધમ બાળકીને ફોસલાવીને તબેલામાં લઈ ગયો હતો. બદકામ આચરી,
બર્બર હત્યા કરી નાખી હતી. ગામલોકોએ રોષભેર દેખાવો કરતાં મુંબઈ-બેંગ્લોર હાઈવે જામ
કરી દીધો હતો.