• શનિવાર, 02 મે, 2026

તેલ કંપનીઓને સારી કમાણી થઇ છે

2025-26માં ક્રૂડતેલના સરેરાશ ભાવ 71 ડોલર રહેતાં રોજના 116 કરોડની કમાણી

મુંબઇ, તા. 1 : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધની અસરથી ક્રૂડતેલ મોંઘું થતાં ભારતીય ઓઇલ કંપનીઓને રોજ મોટું નુકસાન થઇ રહ્યું હોવાના દાવા વચ્ચે એવું જાણવા મળ્યું છે કે, 2025-26માં તેલ કંપનીઓને રોજ 116 કરોડ રૂપિયાના નફાની કમાણી થઇ છે. હકીકત એવી જાણવા મળી છે કે, 2025-26માં ક્રૂડતેલની સરેરાશ કિંમત માત્ર 71 ડોલર પ્રતિબેરલ રહી છે જે 2020-21ના કોરોનાકાળ પછીથી સૌથી ઓછી છે.

યુદ્ધ 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયું હતું. 27મી ફેબ્રુઆરી સુધી ભાવ 76 ડોલર પ્રતિ બેરલ હતા. એ જોતાં માત્ર બે મહિનામાં જ તેલના ભાવ વધ્યા છે. સરકારી આંકડા અનુસાર 2025-26ના પ્રારંભિક નવ મહિનામાં દેશની ચાર અગ્રણી તેલ કંપનીએ કુલ 1.37 લાખ કરોડ રૂપિયા એટલે કે રોજ 116 કરોડ રૂપિયાનો લાભ કમાયો હતો.

અહેવાલોમાં તો એવો દાવો કરાયો હતો કે, તેલ મોંઘું થતાં પેટ્રોલ પર પ્રતિ લિટર 14 અને ડીઝલ પર 18 રૂપિયા નુકસાન થાય છે. આમ, તેલ કંપનીઓને રોજ 2400 કરોડનું નુકસાન થતું હોવાના દાવા વચ્ચે સરકારી આંકડા જોતાં ઊલટું રોજ 116 કરોડનો નફો થયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક