ધોરણ 10નું પરિણામે બુધવારના રોજ જાહેર કરશે ગુજરાત બોર્ડ : 15.27 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત
રાજકોટનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું
83.51 ટકા આવ્યું હતું પરિણામ
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
રાજકોટ, તા. 2: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ (ઋજઊઇ) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં
લેવામાં આવેલો ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. તદઅનુસાર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ
તા. 4 મે, સોમવારના રોજ તથા ધોરણ 10નું પરિણામ તારીખ 6 મે, બુધવારના રોજ જાહેર કરાશે.
બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર પરિણામ મેળવી
શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ચેક કરી શકશે.
ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ સાથે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વોટ્સએપ દ્વારા પણ પરિણામ
મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આથી વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971
નંબર પર મોકલવાથી વોટ્સએપ પર જ પરિણામ મેળવી શકશે.
આથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળતાથી
પરિણામ મેળવવામાં મદદ મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા
ફેબ્રુઆરી-માર્ચ 2026માં ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10 અને 12માં
કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના
1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા (જુઓ પાનું 10)
આપી હતી.
ગત વર્ષે ધો. 12 વિ.પ્ર.નું
83.51 ટકા, સા.પ્ર.નું. 93.07 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં રાજકોટનું વિજ્ઞાન
પ્રવાહનું 83.51 ટકા પરિણામ આવ્યું હતું.