તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
તા. 2: રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે પશ્ચિમી ગરમ પવનોને સ્થાને દરિયાઈ
ભેજવાળા પવન ફૂંકાવાને કારણે સોમવારથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન
વિભાગે આગાહી કરી છે. હાલમાં પવનની દિશામાં થયેલા ફેરફારોના કારણે ગરમીમાં વધુ વધારો
નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઉકળાટ પણ વધી રહ્યો છે.
દરમિયાનમાં છેલ્લા 24 કલાકમાં
અમદાવાદમાં 43.2, અમરેલી 42.5, વડોદરામાં 39.4, ભુજમાં 41, ડીસામાં 41.6, રાજકોટમાં
43 અને સુરતમાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને
તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયમાં જરૂરી કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં
આવી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી
છે. ગરમ પવન અને તીવ્ર તાપમાનના કારણે હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓનો ખતરો પણ વધી રહ્યો
છે. ભાવનગરમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું.
રર કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું
હતું.