• શનિવાર, 02 મે, 2026

ગુજરાતની માથા દીઠ આવક 3 લાખને પાર : હવે ‘બુલેટ ટ્રેન’ની ગતિ મળશે

રાજ્ય સેમી કન્ડકટરનું પણ હબ બન્યું

અમદાવાદ, તા.1: ગુજરાત વર્ષોથી સંસ્કાર, સંસ્કૃતિ, સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. 1 મે, 1960ના રોજ બૃહદ મુંબઇથી અલગ થયેલું ગુજરાત આજે માત્ર ભારતનું એક રાજ્ય નથી, પરંતુ વિશ્વના નકશા પર ‘મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ’ બનીને ઉભર્યુ છે. જે રાજ્ય પાસે દેશની માત્ર 5 ટકા વસ્તી અને 5 ટકા જમીન છે, તે આજે દેશના અર્થતંત્રનો ધબકાર બનીને દેશની ઋઉઙ માં 8.3 ટકા યોગદાન આપી રહ્યું છે. ગુજરાત આજે ભારતની અર્થ વ્યવસ્થાની મજબૂત કરોડજ્જુ બન્યું છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેકચરિંગ ક્ષમતા દર્શાવે છે. દેશની કુલ નિકાસમાં 26 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે.

ગુજરાતની પ્રગતિ હવે માત્ર વાતોમાં નહીં, પણ આંકડાઓમાં બોલે છે. ગુજરાતના છેલ્લા બે દાયકાની વિકાસયાત્રા પર નજર કરીએ તો કુશળ નાણાકીય વ્યવસ્થાપન અને પ્રો- બિઝનેસ નીતિઓના પરિણામે ગુજરાતની માથા દીઠ આવક ઇતિહાસમાં પ્રથમવાર 3 લાખ રૂપિયાને પાર કરી ગઇ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતનો સરેરાશ વિકાસ દર 11.4 ટકા રહ્યો છે, જે ભારતની સરેરાશ કરતા વધુ છે. ગુજરાત સેમી કન્ડકટર હબ પણ હવે બનવા જઇ રહ્યું છે.

ગુજરાત આજે ભારતની અર્થ વ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ બન્યું છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા હિસ્સો રાજ્યની મજબૂત મેન્યુફેકચરિંગ ક્ષમતા દર્શાવે છે. દેશની કુલ નિકાસમાં 26 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. માત્ર જમીન માર્ગે જ નહીં, પણ સમુદ્ર વ્યાપારમાં પણ ગુજરાતનું પ્રભુત્વ અજોડ છે. ભારતનો 40 ટકા જેટલો વિશાળ કાર્ગો ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. આ આંકડા સાબિત કરે છે કે વૈશ્વિક વ્યાપાર માટે ગુજરાત એ ભારતનું સૌથી મહત્વનું પ્રવેશ દ્વાર છે.

કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દેશના કેમિકલ ઉદ્યોગમાં 33 ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસર છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતે 8.42 ટકાનો વાસ્તવિક વૃધ્ધિ દર જાળવી રાખીને સાબિત કર્યું છે કે તે મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકાસ પામતું રાજ્ય છે. કૃષિથી લઇને ફિનટેક સુધીના દરેક ક્ષેત્રમાં ગુજરાતે સમતોલ વિકાસ સાધીને ‘િવકસિત ભારત’ માટેનો સાચો માર્ગ પ્રશસ્ત કર્યો છે.

ગુજરાતની ગતિશીલતાનું સૌથી મોટું પ્રતિક એટલે ભારતનો સૌ પ્રથમ અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટ જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી  છે. આ પ્રોજેકટના નિર્માણ થકી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને આર્થિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે. 1 મે, 2026ના રોજ ગુજરાતના 66મા સ્થાપના દિવસે વિકસિત ગુજરાત થકી ‘િવકસિત ભારત ।઼ 2027’ ના સંકલ્પને સિધ્ધ કરવા ગુજરાત સજ્જ છે. મજબૂત નાણાકીય સ્તિ, પારદર્શક વહીવટ અને ઉદ્યોગ સાહસિક ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાચા અર્થમાં ગુજરાત ભારતનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક