વિરોધમાં તા.20ના ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા દેશવ્યાપી બંધનું એલાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.2 : ઓલ ઇન્ડિયા કેમિસ્ટ્સ
એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા દવાઓના ઓનલાઇન વેચાણના વિરોધમાં તા.20 મેએ દેશવ્યાપી
બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત સમગ્ર ભારતના અંદાજે 12 લાખથી વધુ
કેમિસ્ટ્સ જોડાશે. આ નિર્ણયના કારણે તે દિવસે દેશભરના મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, જેના
કારણે સામાન્ય જનતાને દવાઓ મેળવવામાં તકલીફ પડી શકે છે.
કેમિસ્ટ્સ એસોસિએશનનું કહેવું
છે કે, ઓનલાઇન ફાર્મસીના વધતા ચલણને કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાયને મોટું
નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત, ઓનલાઇન પ્લેટફોર્મ પર નિયંત્રણ ન હોવાના કારણે નશાકારક
દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. ટ્રામાડોલ, આપ્રાઝોલમ, નાઈટ્રાઝેપમ અને ડાયાઝેપામ જેવી
દવાઓના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવા વેચાણથી યુવાઓમાં નશાની
આદત વધવાની શક્યતા પણ વધી રહી છે.
એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું
છે કે, સરકારને અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક
પગલાં લેવાયા નથી. ઓનલાઇન દવા વેચાણમાં નિયમો નબળા હોવાથી નકલી અને ગેરકાયદે દવાઓના
વેચાણની (જુઓ પાનું 10)
સમસ્યા પણ વધી રહી છે, જે સીધો
અસર લોકોના આરોગ્ય પર કરે છે. કેમિસ્ટ્સ સંગઠને સરકાર પાસે માગ કરી છે કે, ઓનલાઇન ફાર્મસી
પર કડક નિયંત્રણો લગાવવામાં આવે અને નશાકારક તથા નકલી દવાઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ
મૂકવામાં આવે. જો સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલન વધુ
તેજ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.