2024માં 53,20,733 અને 2023માં 59,283,40 રૂપિયાનો માદક પદાર્થ પકડાયો
દર્શિત
ગાંગડીયા
રાજકોટ,
તા.28 : દેશની સીમાઓની પેલેપારથી વિરોધીઓ દ્વારા ભારતના યુવાધનને બરબાદ કરવા માટે એક
પણ કસર છોડવામાં આવી નથી રહી તે જગ જાહેર છે. છેલ્લા અમુક વર્ષોની વાત કરીએ તો ગુજરાતના
દરિયા કાંઠા વિસ્તારોમાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો સત્તત પકડવામાં આવી રહ્યો છે. ગુજરાત
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કડક સુચનાથી અને રાજ્યના ડીજીપી વિકાસ સહાયના માર્ગર્શન
હેઠળ સમગ્ર ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવા વિશેષ જુંબેશ ચાલી રહી છે ત્યારે રાજકોટ એસઓજી
પણ ડ્રગ્સ મુક્ત રાજકોટના નારા સાથે દિવસ રાત કામ કરી રહી છે.
રાજકોટ
એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા અને તેઓની ટીમ દ્વારા રાજકોટના યુવાધનને નશાની બરબાદીથી બચાવવા
તેમજ કોઈ યુવાન માદક પદાર્થ વેચાણના રવાડે ન ચડી જાય તેના માટે શહેર અને આસપાસના વિસ્તારોમાં
સત્તત કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાજમાં માદક પદાર્થના સેવનને અટકાવવા માટે અનેક
સંથાઓમાં રાજકોટ એસઓજીની ટીમ દ્વારા સમયાંતરે સેમીનાર પણ કરવામાં આવી રહ્યા છે. તેમજ
ડ્રગ્સ પેડલરોમાં એક કડક સંદેશો જાય તે માટે આકરી કાર્યવાહીના ભાગરૂપે વર્ષ 2025માં
એનડીપીએસના કુલ 16 કેસો કરી રૂ. 47,00,730 લાખના મુદ્દામલા સાથે કુલ 74.490 કિ.ગ્રામ
માદક પદાર્થ પકડવામાં આવ્યો છે. જેમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં
આવી
છે. તેમજ વર્ષ 2023, 2024 અને 2025માં અનુક્રમે
પેડલરો વિરુદ્ધ 1, 2 અને 4 પાસા અરજી પણ કરવામાં આવી છે. આ સિવાય વર્ષ 2024માં 105
નંગ નશાયુકત સીરપ પણ પકડવામાં આવી છે. તેમજ વર્ષ 2023માં નશાયુકત 720 નંગ વિજ્યાવટી
અને 13338 નંગ સીરપ પોલીસ દ્વારા પકડી નવી મોડસ ઓપરેન્ડીને ડીટેકટ કરવામાં આવી હતી.
ફૂલછાબ સાથેની વિશેષ વાતચીતમાં એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા એ સામાન્ય જનતાને જણાવ્યું
છે કે, તમારા વિસ્તારમાં જો કોઈ માદક પદાર્થ સંબંધિત ગેરપ્રવૃત્તિ ચાલી રહી હોય તો
મોબાઈલ નંબર 9714900997 પર સંપર્ક કરી જાણ કરવી, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં
આવશે.