અમદાવાદ, તા.28 : ગુજરાતની રાજનીતિમાં આગામી સમયમાં મોટા ફેરફારોના સંકેત આપતી એક મહત્વપૂર્ણ ઘટના આજે ગાંધીનગર ઘટી હતી જેમાં પાટીદાર સમાજના યુવાઓની ચિંતન શિબિરમાં સૌથી મુખ્ય મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં ઊઠજ (આર્થિક રીતે નબળા વર્ગ) અનામતનો રહ્યો હતો. આ બેઠકમાં ઘઇઈ, જઈ અને જઝ સમુદાયની જેમ ઊઠજમાં આવતા લોકોને પણ રાજકારણમાં અનામત મળે તેવી પ્રબળ માંગણી ઉઠી હતી.
પાટીદાર
યુવા નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, ‘દરેક જગ્યાએ આર્થિક રીતે નબળા લોકોને
અનામત મળતી હોય તો સ્થાનિક ચૂંટણીમાં પણ મળવી જોઈએ.‘ તેમણે ઉમેર્યું કે સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં ઊઠજ અનામત અંગે વિવિધ સમાજની માંગણી છે અને કોર્ટમાં પણ ઊઠજ અનામત માટે પીટીશન
થયેલી છે. આ નિવેદન દર્શાવે છે કે આ મુદ્દો માત્ર પાટીદાર સમાજ પૂરતો સીમિત નથી, પરંતુ
અન્ય સવર્ણ સમાજોનો પણ તેને ટેકો છે.
આજની
ચિંતન શિબિરમાં ઊઠજ અનામત ઉપરાંત અનેક સામાજિક
અને રાજકીય મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર સમાજની દીકરીઓના
પ્રેમલગ્ન કરવાના મુદ્દા, પાટીદાર યુવાઓ ઓનલાઈન ગામિંગ અને સટ્ટામાં ન ઘેરાય તે માટેના
ઉપાયો, ગોંડલ અને દૂધસાગર ડેરી સંબંધિત બનાવો, તેમજ સમાજની સામાજિક અને રાજકીય સુરક્ષા
જેવા વિષયોનો સમાવેશ થાય છે. બેઠક અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું
કે, આ બેઠકનો ઉદ્દેશ્ય માત્ર સામાજિક બાબતો જ છે કોઇ પણ સરકારી કે અન્ય કોઇ પણ પ્રકારનો
રાજકીય ઉદ્દેશ્ય નથી.
ઉલ્લેખનીય
છે કે, પાટીદાર સમાજની ચિંતન શિબિરમાં શરૂ થઈ તે સાથે જ બબાલ શરૂ થઇ ગઇ હતી. શાંતિલાલ
સોજીત્રા નામના અમદાવાદના નિકોલના પાટીદાર આગેવાને ચાલુ બેઠકમાં બબાલ મચાવી હતી. પાસના
પૂર્વ કન્વીનર જયેશ પટેલને માટિંગ માટે નહીં બોલાવવામાં આવતા તેમણે વાંધો ઉઠાવ્યો હતો.
તેઓ ચાલુ માટિંગમાં બબાલ કરીને બહાર નીકળી ગયા હતા.
પાટીદાર
નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલને દૂર રખાયા
પાટીદાર
સમાજનાં અગ્રણીઓને સમાજની ચિંતન શિબિર બેઠકમાં સમાજનાં સંગઠનો, અગ્રણીઓ સહિત અનેક લોકોને
આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. જો કે આ શિબિરમાં આશ્ચર્યજનક રીતે પાટીદાર અનામત આંદોલનમાં
સૌથી વધુ ચમકેલા અને હાલનાં ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલને દૂર રાખવામાં આવ્યા હતા.
આ મામલો સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો હતો. જો
કે પાસ દ્વારા હાર્દિકને આમંત્રીત ન કરવા માટે જે તર્ક આપ્યો તે પણ ખુબ જ વિચિત્ર પ્રકારનો
છે. પાસનાં દિનેશ બાંભણીયાએ કહ્યું કે, કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા કે ચૂંટાયેલા લોકોને
અમે આમંત્રીત નથી કર્યા. વરૂણ પટેલે જણાવ્યું કે, ‘આ મારા કે પકાલાલનાં દિકરાનાં લગ્ન
નહોતા. કે અમે કંકોત્રી છપાવીને ધરે ધરે નોતરા આપવા જઇએ. સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત
કરવામાં આવી હતી. જે લોકોને સમાજ કે સમાજનાં આંદોલન પ્રત્યે લાગણી હતી તે લોકો આવ્યા
છે.