(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,તા.23
: ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રા આગામી 27 જૂન અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે
યોજવા જઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવાતી આ રથયાત્રા માટે
જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે અંતર્ગત મંદિર પરિષદનો
રૂપિયા એક કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. આ રથયાત્રાને ઓનલાઈન પણ નિહાળી શકાશે
જમાલપુર
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે,
આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજો, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ કસરતના
પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડ બાજા વાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા,
નાસિક, ઉજ્જૈન, જગન્નાથ પુરી થતા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પધારશે. ભક્તો
|||.ષફલફક્ષક્ષફાવિંષશફવમ.જ્ઞલિ વેબસાઈટ પર
ઓનલાઇન રથયાત્રા દર્શનનો લાભ લઈ શકશે.
તેમણે
કહ્યું કે, 27 જૂનના રોજ પરંપરાગત રૂટ પર રથયાત્રા નીકળશે. સવારે 4 વાગ્યે ભગવાનની
મંગળા આરતી થશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે. ત્યારબાદ ભગવાનને
ઢોલ નગારા સાથે રથમાં વિરાજમાન કરવામાં આવશે. સવારે 7:30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલ પહિન્દ વિધિ કરાવી રથનું પ્રસ્થાન કરશે. જ્યારે 25 જૂને સવારે 8
વાગે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી નું ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા
તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે પાટા બાંધવાની
વિધિ કરાશે. સવારે 9:30 વાગ્યે ધ્વજારોહણ વિધિ થશે, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી
અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી
બળવંતાસિંહ રાજપુત, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો
ઉપસ્થિત રહેશે. સવારે 11:00 વાગ્યે સંતોનો ભવ્ય ભંડારો અને સન્માન થશે. જેમાં પૂર્વ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
26
જૂને સવારે 10 વાગ્યે ભગવાનના સોનાવેશના દર્શન થશે. સવારે 10:30 વાગ્યે મંદિરના પ્રાગણમાં
ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન થશે. 11:00 વાગ્યે મંદિરના પ્રાગણમાં રથયાત્રાનો પ્રારંભ
કરાવનારા ગજરાજોનું પૂજન કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર
જય શાહ હાજર રહેશે .કોંગ્રેસના નેતાઓ પણ રથ પૂજન માટે આવશે.
આ વર્ષે
રથ ખેંચનારા ખલાસી સમાજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંપરાગત રીતે માત્ર ખલાસી
સમાજના લોકો જ ભગવાન જગન્નાથનો રથ ખેંચે છે ત્યારે આશરે 1500 જેટલા ખલાસીઓ અમદાવાદ,
વડોદરા, ભરૂચ, ખંભાત, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાંથી ખાસ રથ ખેંચવા માટે આવે છે.
આ વર્ષે રથ ખેંચતી વખતે અન્ય કોઈ વ્યક્તિઓ સાથે ન ભળી જાય તે સુનિશ્ચિત કરવા માટે ખલાસી
સમાજ દ્વારા આઈકાર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રથયાત્રામાં પ્રસાદ તરીકે મગ
આપવાની પરંપરા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો
કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપર્ણા પ્રસાદમાં અપાશે.