20 હજાર પોલીસકર્મીઓ તૈનાત : આવતીકાલે સવારે રીહર્સલ કરાશે
અમદાવાદ,
તા.22 : ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રા 27 જૂનના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહી
છે. આ ભવ્ય ઉત્સવને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે અમદાવાદ શહેર પોલીસે તમામ
તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, જેમાં આધુનિક અઈં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે.
પોલીસ
કમિશનર જી. એસ. મલિકે આ સંદર્ભે જણાવ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના
સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે, જેમાં અધિકારીઓના પોઈન્ટ્સ પણ તપાસવામાં
આવશે. 24 જૂનના રોજ સવારે 6 વાગે મુખ્ય રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ
સંભવિત ખામીઓને સમયસર દૂર કરી શકાય. પોલીસ કમિશનર મલિકે જણાવ્યું હતું કે, રથયાત્રા
દરમિયાન 20 હજારથી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા
જળવાઈ રહે.
તેમણે
એમ પણ કહ્યું કે, આ વર્ષે રથયાત્રાની સુરક્ષામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) ટેકનોલોજીનો
ઉપયોગ કરવામાં આવશે. બેંગલુરુમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન
બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
અઈં સિસ્ટમ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં અને ભીડ નિયંત્રણમાં મદદરૂપ થશે, જેનાથી
સુરક્ષા વધુ સુદૃઢ બનશે.
રથયાત્રા
પહેલાં શાંતિ સમિતિની બેઠકો પણ યોજવામાં આવી છે, જેમાં વિવિધ સમાજના આગેવાનો સાથે સંવાદ
કરીને શાંતિ અને સદ્ભાવ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, લોકોમાં એકતા અને સૌહાર્દ
વધારવા માટે ક્રિકેટ અને વોલીબોલ મેચ જેવા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં
આવ્યું છે.