• મંગળવાર, 01 જુલાઈ, 2025

206 ડેમમાં નવા નીરની આવક, 8 ડેમ છલકાયા, 14 હાઈ ઍલર્ટ પર

અમદાવાદ, તા.22 : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં આવેલા નદી-ડેમ છલકાયા છે. રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે 206 ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેમાં 8 ડેમ 100 ટકા ભરાયા છે અને 14 જેટલાં ડેમો હાઈ ઍલર્ટ પર છે. નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો, 454.98 ફૂટ સંપૂર્ણ જળાશય સ્તર અને 389.96 ફૂટ હાલનું પાણીનું સ્તર છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 2,31,824 એમસીએફટી છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 41.54 ટકા છે. 206 ડેમની સ્થિતિ જોઇએ તો 8 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 26 ડેમ 70-100 ટકા, 22 ડેમ 50-70 ટકા, 57 ડેમ 25-50 ટકા અને 99 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 14 ડેમને હાઈ ઍલર્ટ, 9 ડેમને ઍલર્ટ અને 11 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક