• મંગળવાર, 01 જુલાઈ, 2025

કોનિકો એટલાસ વિવાદો પછી અલંગમાં ભંગાણ માટે આવશે આ ઓઇલ ટેન્કરને ભારતીય બંદરો પર પ્રવેશની મનાઇ પછી તોડવાનો નિર્ણય

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.21 : 2025ના આરંભમાં વાડીનાર બંદર પર વધતા જતા નિયમનકારી અંકુશોને લીધે શેડો અફ્રામેક્સ ટેન્કરને પ્રવેશવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે અંકુશોને લીધે તે ભારતમાં ચાલી શકે તેમ ન હોય હવે તોડવાનો નિર્ણય લેવો પડયો છે. આવું અફ્રામેક્સ ટેન્કર જહાજ કોનિકો એટલાસ અલંગમાં ભાંગવા માટે રવાના થઇ ગયું છે.

આ જહાજઅગાઉ આંદામાન સ્કાઇઝ અને ડેલ્ટા પાયોનિયર જેવા નામોથી જાણીતું હતું. હવે અલંગ માટે આવવાનું છે. કોનિકો એટલાસ માર્ચ મહિનામાં સમાચારમાં આવ્યું હતું જ્યારે ભારતીય બંદર સત્તાવાળાઓએ અપૂરતા અને શંકાસ્પદ દસ્તાવેજોને કારણે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ જહાજની માલિક કંપનીઓ ઘણીવાર અપારદર્શક તેલ વેપાર અને તેલચોરીમાં સામેલ કહેવાતી ડાર્ક ફ્લીટ કામગીરી સાથે સંકળાયેલી હતી.

ઇન્ટરનેશનલ મેરીટાઇમ રિસ્ક રાટિંગ એજન્સીના આંકડા પ્રમાણે આ જહાજને ઓરેન્જ કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતુ. કોનિકો એટલાસ બીજા એક અફ્રામેક્સ જેવું જ છે. ગયા મહિને 20 વર્ષની સેવા પછી તોડવા મોકલી દેવામાં આવ્યું હતુ. એ જહાજ રશિયન ક્રૂડના પરિવહન માટે ઘણી સરકારો દ્વારા સઘન તપાસ હેઠળ હોવાનું કહેવાય છે. કોનિકો એટલાસનું વેચાણ એવા સમયે થયું છે જ્યારે ટેન્કર ડિમોલિશન માર્કેટમાં ગતિવિધિ જોવા મળી રહી છે.

દરમિયાન જહાજોને સલામત અને પર્યાવરણીય રીતે ભાંગવા માટેના હોંગકોંગ કન્વેન્શનનો અમલ થવાના થોડાં અઠવાડિયા પૂર્વે અલંગમાં કેટલાક દિવસ પૂર્વ એક શિપબ્રાકિંગ કામદારનું તાજેતરમાં મૃત્યુ થતાં ફરીથી ચર્ચા શરૂ થઇ છે. ઓછાં પગારવાળા, નબળી તાલિમ વાળા અને અસુરક્ષિત પદ પર આ કામદાર હતા ત્યારે જહાજ તોડતી વખતે સુરક્ષા હાર્નેસ પહેર્યા વિના કામકાજ થતું હતું અને પડી જતા મોત થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક