• મંગળવાર, 01 જુલાઈ, 2025

અવસાન નોંધ

જામનગર: લલિતભાઈ શાંતિલાલ માંકડ (એલઆઈસી એજન્ટ) તે સ્વ.શાંતિલાલ ત્ર્યંબકલાલ માંકડ, સ્વ.સરલાબેનના પુત્ર, સ્વ.નલિનીબેનના પતિ, રમેશભાઈ (નિવૃત્ત જિલ્લા પંચાયત), સ્વ.ચંદ્રિકાબેન મૂળવંતરાય બુચના લઘુબંધુ, વીરેન્દ્ર (ગલાભાઈ)(નિવૃત્ત જિલ્લા પંચાયત), અનસૂયા સુધાકર છાયા, દિલીપ (નિવૃત્ત બેંક ઓફ ઈન્ડીયા)ના મોટાભાઈ, વિજયભાઈ, કિરીટભાઈ, સુધીરભાઈ, હરીશ બૂચના બનેવીનું તા.18ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના સાંજે 5-30થી 6, હાટકેશ્વર મંદિર, જામનગર ખાતે રાખેલ છે.

રાજકોટ: ગુર્જર ક્ષત્રિય કડીયા કિશોરભાઈ હરીલાલ કાચા (ઉં.વ.66)નું અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4થી 6-30, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, રાધા પાર્ક-1, શેરી નં.2, શ્રીનાથજી હાઈટસ સામે, અયોધ્યા ચોક પાસે, રાજકોટ છે.

રાજકોટ: સોની વિનોદભાઈ જેઠાલાલ રાણપરા (ઉં.74) તે સ્વ.સોની જેઠાલાલ નારણજી (નારણજી સંઘજી વાળા)ના પુત્ર, તેજસભાઈ, આશિષભાઈ, બિંદિયાબેનના પતિ, સ્વ.હસમુખભાઈ સ્વ.મનહરલાલના નાનાભાઈ, સ્વ.મનોજભાઈના મોટાભાઈ, સોની પ્રાણજીવન ગોરધનભાઈ આડેસરા (રતલામ)ના જમાઈનું તા.18ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.19ના બપોરના 3થી પ સોની સમાજની વાઘેશ્વરીવાડી યુનીટ નં.3, રામનાથપરા ખાતે છે.

રાજકોટ: ડો.સુષ્માબેન મંગેશરાવ કોરગાવકર તે ડો.અશ્વિન આર.ભપલના પત્ની, સુરભીબેન, ડો.સુકેતુભાઈના માતુશ્રી, રોહીતભાઈ પુઆર, ડો.મેઘાવીબેન ભપલના સાસુનું તા.18ના અવસાન થયું છે. અંતિમ યાત્રા તા.19ના સવારે 9-30 કલાકે તેમના નિવાસ સ્થાન, “સાઈ કુંજ’’, 22-અંજની સોસાયટી, 5-નહેરૂ નગર, સદગુરૂ તીર્થધામ પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતેથી નીકળી રૈયા મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે જશે.

રાજકોટ: કારડીયા રાજપુત કાંતાબેન અભેસિંગભાઈ ગોહીલ (ઉ.93) તે બીપીનભાઈ, દિલીપભાઈ, રમેશભાઈના માતુશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ના 4 થી 6, શ્રમજીવી સોસાયટી, કોમ્યુનિટી હોલ, ઢેબર રોડ, રાજકોટ છે. મો.નં.92281 59060

ચલાલા: સુરેશચંદ્ર નાનાલાલ સચદેવ સચદેવ એન્ટરપ્રાઈઝ (અમરેલી)વાળા તે ધર્મેશભાઈ, મનીષભાઈ, રૂપલબેનના પિતાશ્રી, જય અને ઓમના દાદા, ચેતનકુમાર મનસુખલાલ રૂપારેલીયા (ગોંડલ)ના સસરા, ચલાલા વિઠ્ઠલદાસ ચકુભાઈ સેજપાલના જમાઈનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.20ના 4-30 થી 6, અમરેલી સંઘવી ધર્મશાળામાં છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

મોરબી: કંસારા જયંતિલાલ પરમાનંદદાસ પરિવારના પુત્રવધુ કલ્પનાબેન રાકેશભાઈ કરથિયા (ઉ.61) તે રાકેશભાઈના પત્ની, દિપકભાઈના ભાભી, હાર્દિક, કલગીના માતૃશ્રીનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 5 થી 6, કંસારા જ્ઞાતિની વાડી, ગ્રીન ચોક ખાતે છે.

સાવરકુંડલા: સત્યમ હેમંતભાઈ આચાર્ય (ઉ.14) તે સ્વ.ધનવંતરાય મનસુખભાઈ આચાર્યના પૌત્ર, હેમંતભાઈ ધનવંતરાય આચાર્ય અને ભાવનાબેન હેમંતભાઈ આચાર્યના પુત્રનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, પરશુરામ ઉપવન ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: ગુજરાતી કંસારા જ્ઞાતિ મહુવાના કંસારા વૈષ્ણવ કાણકિયા બળવંતરાય કાંતિલાલ (ઉ.80) તે કાંતિલાલ જીવણલાલ કાણકિયાના પુત્ર, દિલીપભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, પ્રદીપભાઈ કાણકિયાના મોટાભાઈ, ભાવેશભાઈના પિતાશ્રી, અંજનાબેનના સસરા, ઓમ તથા ખુશીના દાદાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19ના 4 થી 6, કોલેજ રોડ, કર્મચારી સોસાયટી, અજંતા આઈક્રીમ પાસે, સાવરકુંડલા છે.

ભંડારિયા: મુળ ભડી ભંડારિયા નિવાસી હાલ ધંધુકા સ્વ.સજુભા પ્રભાતસિંહ ગોહીલના પુત્ર વિરમદેવસિંહ તે સ્વ.ચંદ્રસિંહ પ્રભાતસિંહના નાનાભાઈના દીકરા, સ્વ.કુલદીપસિંહ, રામદેવસિંહ, લક્ષ્મણદેવસિંહના ભાઈ, જયરાજસિંહના પિતા, રૂદ્રરાજસિંહના મોટા બાપુનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના દુરદર્શન કેન્દ્ર, ધંધુકા પાછળ, તેમના નિવાસ સ્થાને છે.

પોરબંદર: દાઉદી વોરા બાનુબેન અબ્દુલ્લાભાઈ (ઉ.82) તે સ્વ.સોની સાદીકઅલી ઈબ્રાહીમજીના પત્ની, સાહેદાબેન, નફીશાબેન, બિલકીશબેનના માતુશ્રી, ઈદરીશભાઈ, મોઈઝભાઈ અને મહેબુબભાઈના સાસુનું તા.17ના અવસાન થયું છે. જિયારતના સીપારા તા.19ના ઝોહર અસરની નમાઝ પછી બુરહાની મસ્જીદ ખાતે છે.

રાજકોટ: પ્રબોધભાઈ લાલચંદ મહેતા (ઉ.80) તે નીતિનભાઈના ભાઈ, મીનલબેનના પિતાશ્રી, કેયુરભાઈના કાકા, મિતેશભાઈના સસરાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું-પ્રાર્થનાસભા તા.19ના પ્રહલાદ પ્લોટ ઉપાશ્રયે સવારે 10 કલાકે તથા તેમની પ્રાર્થનાસભા આ જ દિવસે 11-15 કલાકે મહાવીર હોલ, માલવીયા ચોક ખાતે રાખેલ છે.

રાજકોટ: છાપાવાળા સ્વ.અનુપચંદભાઈ અંબારામ છાટબારના પુત્ર વિજયભાઈ તે રૂક્મણીબેનના પતિ, પ્રણવભાઈના પિતાશ્રી, દેવેનભાઈ, સંજયભાઈ, આશાબેન, ભાવનાબેન, આરતીબેનના મોટાભાઈનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે 10 કલાકે, બ્રહ્મક્ષત્રિયની વાડી, ખત્રીવાડ, રાજકોટ છે.

 

 

ધ્રાંગધ્રાના સેવાના ભેખધારી દલસુખભાઈ અઢિયાનું અવસાન

ધ્રાંગધ્રા, તા.18: ધ્રાંગધ્રા બાલા હનુમાન ફૂલગલી ચિત્ર મંડળ સંચાલિત પુરીબેન વિજયલાલ ચુનીલાલ સંઘવી સેવા ટ્રસ્ટ, સૂરજ પાર્વતી ભોજનાલયના સ્થાપક આજીવન પ્રમુખ ધ્રાંગધ્રા શહેરના સેવાના ભેખાધારી રઘુવંશી સમાજના વડીલ દલસુખભાઈ બાબુલાલ અઢિયા (દલસુખભાઈ ફલવાળા)નું તા.18ના અવસાન થતા શોક ફેલાયો છે. સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. જેમાં તેના પરિવારના દીકરી રૂપાબેન અલ્પેશકુમાર મોરઝરિયા (રાજકોટ), ભત્રીજા બટુકભાઈ રમણીકભાઈ અઢીયા, ભગત શાંતિભાઈ અઢિયા, રમેશ અમૃતલાલ અઢીયા, ગોપાલભાઈ અઢિયા (જનતા પુષ્પ ભંડારવાળા) સંસ્થાના ટ્રસ્ટીઓ ડો.કે.એલ.મહેતા, વકીલ આર.એ.મણીયાર, સી.કે.વ્યાસ, દિલીપભાઈ પૂજારા વગેરે તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ, કર્મચારીઓ તેમજ લોહાણા સમાજના ટ્રસ્ટીઓ, લોહાણા સમાજના વેપારીઓ જુદી જુદી સંસ્થાઓના ટ્રસ્ટીઓ વગેરે જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક