આપણા ચૂંટણીના રાજકારણમાં ‘સેક્યુલરવાદ’ સૌથી વધુ વિવાદાસ્પદ રહ્યો છે. ભારત સરકાર અને સમસ્ત ભારતમાં 1975ની ઇમર્જન્સીમાં નાગરિકો ઉપર થયેલા અત્યાચાર અને લોકતંત્રની ગુલામીની જાણ અને જ્ઞાન આપણી નવી પેઢીને મળ્યાં હશે. તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સત્તા જાળવવા માટે સંવિધાનમાં જે સુધારા - કર્યા તેમાં બે શબ્દો - સેક્યુલર અને સમાજવાદ - મુખ્ય છે. ચૂંટણીના રાજકારણમાં આ શબ્દોએ ઘણો મહત્ત્વનો - અને નકારાત્મક ભાગ ભજવ્યો છે. હવે એક બાજુ ‘સંવિધાન બચાવો’ના સૂત્રોચ્ચાર સંભળાય છે ત્યારે બીજી બાજુ આ બંને શબ્દો સંવિધાનમાંથી બાદ કરવાની, રદ કરવાની ચર્ચા અને વિવાદ શરૂ થયો છે.
આરએસએસ
અને ભાજપના નેતાઓ કહે છે કે ભારતીય રાજ્યબંધારણ - સંવિધાનના મૂળ સ્વરૂપમાં બાબાસાહેબ
આંબેડકરે આ શબ્દો લખ્યા નહોતા - કારણ કે ભારતીય સંસ્કૃતિમાં સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ
કુટુમ્બકમ્ - ઓતપ્રોત છે તેથી સેક્યુલરવાદ અને સમાજવાદ આમેજ કરવાની આવશ્યકતા નહોતી
પણ ‘ઇમર્જન્સી’ દરમિયાન સંસદ અને ન્યાયતંત્ર પણ ‘બંધક’ની સ્થિતિમાં હતા ત્યારે આ બંને શબ્દો ઉમેરીને સંવિધાનનું સ્વરૂપ
વિકૃત કરવામાં આવ્યું. ઇમર્જન્સીમાં લોકતંત્ર અને નાગરિકોની આઝાદી છીનવી લેવામાં આવી
હતી ત્યારે તે ‘વાજબી’ અને અત્યંત આવશ્યક અનિવાર્ય ઠરાવવા
માટે બહુમતી જનતાને ભ્રમમાં રાખીને સત્તા મેળવવાની ધારણાથી આ ‘સુધારા’ સંવિધાનમાં કરવામાં આવ્યા હતા. હવે સમય આવ્યો છે આ બંને શબ્દો
રદ કરવાનો. અલબત્ત, હજુ તો આ વિષયની ચર્ચા જ શરૂ થઈ છે. પૂરી જન-જાગૃતિ થાય તે પછી
સંવિધાનમાં સુધારા ખરડો આવી શકે.
સંવિધાનના
સંદર્ભે સંસદમાં કે દેશમાં ચર્ચા થાય તેમાં કોઈ વાંધો હોઇ શકે નહીં પરંતુ અત્યારે તેનો
આખો સંદર્ભ બદલાઈ ગયો છે. ઈન્દિરા ગાંધીએ અમલી બનાવેલી કટોકટીની ટીકા કોંગ્રેસને પસંદ
નથી પરંતુ દેશમાં સતા ઉઠતો પ્રશ્ન એ છે કે જ્યારે બંધારણમાં પંથ નિરપેક્ષતા અને સમાજવાદી
એવા શબ્દો નહોતા ત્યારે ભારત આ મૂલ્યોમાં નહોતો માનતો? યુરોપમાં ‘સેક્યુલર’ શબ્દ પ્રચલિત થયો તે પૂર્વેથી ભારત તેમાં માને છે. સંવિધાનના નિર્માણ
વખતે પંડિત જવાહરલાલ નહેરૂને પણ આ શબ્દો ઉમેરવાનું જરૂરી જણાયું નહીં.
ભારત
પંથનિરપેક્ષ હોઈ શકે, ધર્મનિરપેક્ષ કેવી રીતે હોય? અને સમાજવાદના નામે કેટલાક સમાજવાદી
નેતાઓએ કરેલા પાખંડ પણ જાણીતા છે. આ સ્થિતિમાં દેશમાં ચર્ચા થાય જ.