• મંગળવાર, 21 જુલાઈ, 2026

સીએનજીમાં મોંઘવારીનો વધુ એક ડોઝ, રૂપિયા 2ના વધારા સાથે ભાવ 90ને પાર અદાણી ગેસે સીએનજીના ભાવમાં આ વર્ષે પ્રતિ કિલોએ કુલ રૂ. 10નો વધારો કર્યો

અમદાવાદ, તા.19 મોંઘવારી વચ્ચે પીસાતી પ્રજા પર વધુ એક મોંઘવારીનો ડોઝ પડÎ છે. પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ ભાવવધારો કરાયો છે જેથી સીએનજીથી દોડતા વાહનો તેમજ રિક્ષાચાલકોનાં ખિસ્સાં પર ભારણ આવશે. અદાણી સીએનજી દ્વારા પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરાયો છે. સાથે સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો 90 રૂપિયાને પાર પહોંચ્યો છે. સીએનજીમાં ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં પ્રતિ કિલો કૂલ 10 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. અગાઉ 27 મે, 2026ના રોજ પ્રતિ કિલો રૂપિયા 2નો વધારો કરાયો હતો.

ત્રણ મહિનામાં વધુ એક વખત સીએનજીમાં ભાવ વધારો થતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સીએનજી ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરાતા અમદાવાદમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 88.20 રૂપિયાથી વધીને 90.20 રૂપિયા થઈ ગયો છે. વર્ષનાં પ્રારંભે સીએનજીના ભાવમાં આશંકિ ઘટાડો કરાયો હતો પરંતુ ત્યારબાદ સતત વધારો થઈ રહ્યો છે. સાત માસમાં પાંચમી વખત સીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે.

સીએજી ભાવવધારાની સૌથી મોટી અસર રાજિંદી આવક પર નિર્ભર ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકોને થશે. સીએનજીના ભાવ વધતા તેમની આવક પર સીધી અસર પડી શકે છે. અગાઉ ગત મહિને સરકાર સાથે રિક્ષાચાલકોની બેઠક મળી હતી જેમાં મિનિમમ ભાડું વધારવાની સરકારે છૂટ આપી હતી પરંતુ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું નહીં હોવાથી રિક્ષાચાલકો વધુ ભાડું વસૂલી શકતા નહતા. તેવામાં ફરી એક વખત સીએનજીના ભાવ વધારા થતા આગામી સમયમાં રિક્ષાચાલકો વિરોધ નોંધાવે તેવી શક્યતા છે.

દેશનાં તમામ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજીના પણ ભાવ જે રીતે ભડકે બળી રહ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની અને આગામી દિવસોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની આશંકા છે.

ઇ-પેપરના નવા શુલ્ક