• મંગળવાર, 21 જુલાઈ, 2026

સીજેપીની સંસદ કૂચને પોલીસની મંજૂરી નહીઃ કલમ 163 લાગુ

નવીદિલ્હી,તા.19 સંસદનાં ચોમાસુ સત્રનાં આવતીકાલે આરંભ સમયે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં સંસદ કૂચનાં એલાન બાદ દિલ્હી પોલીસે સખ્તાઈ વધારી દીધી છે. પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે, આવી માર્ચ કાઢવા માટે કોઈ અનુમતિ લેવામાં આવી નથી અને તેનાં માટે કોઈ મંજૂરી પણ નથી અપાઈ. જો મંજૂરી વગર જુલૂસ કે પ્રદર્શન યોજાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે નવીદિલ્હી જિલ્લામાં બીએનએસએસની કલમ 163 પણ લાગુ કરી દેવામાં આવી છે. જેને અગાઉ કલમ 144 તરીકે ઓળવામાં આવતી હતી. જેમાં પાંચથી વધુ લોકોને એકત્ર થવાની અને રેલી, કૂચ કે પ્રદર્શન યોજવા ઉપર પ્રતિબંધ લાગુ થાય છે.

==============

વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા હાઇ કોર્ટનો ઈનકાર

નવીદિલ્હી, તા.19 પેપર લીક મુદ્દે શિક્ષા મંત્રીનાં રાજીનામા સાથે 22 દિવસથી અનશન કરતાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક મામલે આજે દિલ્હી હાઇ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અદાલતે હાલના તબક્કે વચગાળાનો કોઈ આદેશ આપવા ઈન્કાર કર્યો હતો અને વાંગચુકને તબીબોનાં કામમાં સહયોગ આપવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તેમને કોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની વાંગચુકનાં પત્ની ગીતાંજલિની માગણીને પણ નકારી દેવામાં આવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક