• મંગળવાર, 21 જુલાઈ, 2026

યુક્રેનને હચમચાવતું રશિયા ઃ કીવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

40 મિસાઇલો અને 120 ડ્રોનથી પાંચ કલાક સુધી યુક્રેનની રાજધાનીને ખળભળાવી ચારેકોર વિસ્ફોટોથી દહેશત

નવીદિલ્હી, તા.19 યુક્રેનના ખતરનાક ડ્રોન હુમલાનો જવાબ 24 કલાકની અંદર રશિયાએ બેલિસ્ટિક મિસાઇલોથી આપ્યો હતો. જેમાં આજે આશરે પાંચેક કલાક સુધી ભીષણ હવાઈ હુમલો ચાલ્યો હતો. હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને 16 અન્ય ઘાયલ થયા હતાં. રશિયાનાં ઘાતક હુમલાનાં કારણે યુક્રેનની રાજધાની કીવમાં અનેક જગ્યાએ આગ ભભૂકી હતી અને ઈમારતોને પણ ભારે નુકસાન થયું હતું. યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયામાં તબાહીની તસવીરો પણ જારી કરી હતી અને જણાવ્યું હતું કે, રશિયાએ કીવમાં અલગ-અલગ પ્રકારને 40 મિસાઈલો અને 120 ડ્રોન દાગ્યા હતા. જાણવા મળતી વિગતો અનુસાર  રશિયાએ કીવમાં 40 ઈસ્કંદર-એમ અને હાઇપર સોનિક જિરકોન મિસાઇલોનો મારો ચલાવ્યો હતો. શનિવારની મોડી રાતે રશિયાનું આક્રમણ શરૂ થતાં કીવમાં હવાઈ રક્ષા સિસ્ટમો સક્રિય બની ગઈ હતી. થોડી મિનિટોમાં આખું કીવ વિસ્ફોટોથી ધણધણી ઉઠÎું હતું.

હુમલામાં કીવનાં પાંચ વિસ્તારોમાં મોટી આગ લાગી હતી. જેમાં અનેક રહેણાક ઈમારતો, કાર્યાલય ભવન, ઔદ્યોગિક એકમો, છાત્રાલયો અને સંખ્યાબંધ વાહનો પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક