ટોક્યો તા.19ઃ ભારતની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ઇતિહાસ રચીને જાપાન ઓપન સુપર-7પ0 ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં ચેમ્પિયન બની છે. જાપાન ઓપનનો ખિતાબ જીતનાર સિંધુ ભારતની પહેલી ખેલાડી બની છે. ફાઇનલમાં સિંધુનો વિશ્વની ત્રીજા નંબરની જાપાનની ખેલાડી અકાને યામાગૂચી વિરૂધ્ધ 21-17 અને 21-17થી યાદગાર વિજય થયો હતો.
જાપાન ઓપનના ફાઇનલની જીત સાથે પીવી સિંધુએ 19 મહિનાથી ચાલી રહેલ ખિતાબી દુકાળનો પણ અંત કર્યોં હતો. સિંધુએ છેલ્લે ડિસેમ્બરમાં ઘરઆંગણે સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી હતી. આ પછી તેણીનો આ પહેલો બીડબ્લ્યૂએફ ટૂર ખિતાબ છે. આ ઉપરાંત સાત વર્ષ બાદ 7પ0 સુપર ટૂર્નામેન્ટનું ટાઈટલ જીત્યું છે. આ મામલે સિંધુએ છેલ્લે 2019માં વર્લ્ડ ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી હતી.
સિંધુ અને યામાગૂચી વચ્ચે આ 30મો મુકાબલો હતો. જેમાં હવે સિંધુ 16-14ની સરસાઇ ધરાવે છે.