• મંગળવાર, 21 જુલાઈ, 2026

ત્રીજા વન ડેમાં ઈંગ્લેન્ડના 387 રનના જવાબમાં ભારતનો મક્કમ પ્રારંભ

કપ્તાન ગિલ 77 રને આઉટઃ ઈંગ્લેન્ડ તરફથી બેન ડકેટની સદી

લંડન તા.19 ઇંગ્લેન્ડ સામેના ત્રીજા અને નિર્ણાયક વન ડે મેચમાં 388 રનના કઠિન વિજય લક્ષ્યાંકનો પીછો ભારતીય ટીમે સાહસિક રીતે કરીને 2 ઓવરમાં 1 વિકેટે 149 રન કર્યાં હતા. કપ્તાન શુભમન ગિલ 77 રનની ઈનિંગ રમી આઉટ થયો હતો. તેના અને રોહિત વચ્ચે પહેલી વિકેટમાં 147 રનની ભાગીદારી થઇ હતી. રોહિત અર્ધસદી પૂરી કરી 68 રને રમતમાં હતો.

અગાઉ ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ઇંગ્લેન્ડ ટીમે ભારતીય બોલર્સ સામે હલ્લાબોલ કરીને લોર્ડસ મેદાન પરનો સૌથી મોટો ટોટલ સ્કોર 387 રન 3 વિકેટે નોંધાવ્યો હતો. જેમાં બેન ડકેટની 141 રનની ધૂંઆધાર ઇનિંગ હાઇલાઇટમાં રહી હતી. ઇંગ્લેન્ડે આખરી 10 ઓવરમાં પાવર હિટિંગ કરીને 126 રનનો ઉમેરો કર્યો હતો. જે દરમિયાન આખરી ઓવરમાં 82 રન ફટકારીને મેદાન પર રનનો ધોધ વહાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી પહેલી વિકેટમાં બેન ડકેટ અને જેકોબ બેથેલ વચ્ચે 192 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. બેથેલ 93 દડામાં 11 ચોક્કા-2 છક્કાથી 91 રને આઉટ થયો હતો જ્યારે બેન ડકેટે લોર્ડસ મેદાન પર વન ડે ફોર્મેટનો સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો. તે 13 દડામાં 18 ચોક્કા-1 છક્કાથી 141 રને આઉટ થયો હતો. રનમશીન રૂટ 48 દડામાં 9 ચોક્કાથી 74 રને બટલર માત્ર 13 દડામાં 4 ચોક્કા - 3 છક્કાથી 41 રને નોટઆઉટ રહÎ હતા. કેપ્ટન બ્રુક 14 રને આઉટ થયો હતો. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક