• મંગળવાર, 21 જુલાઈ, 2026

ખાખીજાળીયા સીમમાં જુગારનો દરોડો : છ શખસ રૂ. 2.12 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

ઉપલેટા,તા.19:ભાયાવદર પોલીસ મથકની હદમાં આવેલા ખાખીજાળીયા ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પેટ્રાલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને જુગારના અડ્ડા પર ત્રાટકીને આ સફળતા મેળવી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પત્તા, ટોકન, રૂ. 1,06,750ની રોકડ રકમ, રૂ. 25,500ની કિંમતના મોબાઈલ ફોન તથા રૂ. 80,000ની કિંમતની ચાર મોટરસાયકલો મળીને કુલ રૂ. 2,12,250નો મુદ્દામાલ જપ્ત

કર્યો છે.

સફળ કામગીરી ભાયાવદર પી.આઈ એ.બી. જાડેજાના નેતૃત્વમાં પીએસઆઈ ડી.એચ. રાણોલિયા, એએસઆઈ શક્તાસિંહ જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. પોલીસે જુગાર રમતા મસરીલાલ ભવાલાલ બોરેચા, ભાવિનભાઈ મધુસુદન ઉદેશી, રામદેવભાઈ કારાભાઈ સુવા, મનસુખ ઉર્ફે અબ્દુલ ખીમાભાઈ કારેણા, પંકજભાઈ ગાંગજીભાઈ સપૈયા અને નાગજીભાઈ નાનજીભાઈ જાદુ નામના

આરોપીઓની ધરપકડ

કરી છે.

તમામ પકડાયેલા શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાનૂની તપાસ હાથ

ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક