• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

એમ્બાપે ઝળકયો ઃ મેસ્સીના બે રેકોર્ડ ધ્વંશ કર્યાં

વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ અને ગોલ્ડન બૂટની રેસમાં આગળ થયો

મિયામી તા.19 ફ્રાંસના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેએ આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી લિયોનલ મેસ્સીના બે રેકોર્ડ એકસાથે ધ્વંશ કર્યાં છે. ફીફા વર્લ્ડ કપના ત્રીજા સ્થાન માટેના મેચમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ એમ્બાપેએ બે ગોલ કર્યાં હતા. આથી તેના વર્લ્ડ કપ કેરિયરમાં તેના કુલ 22 ગોલ થયા છે અને મેસ્સી (21 ગોલ)થી આગળ થયો છે. ખાસ વાત છે કે 27 વર્ષીય એમ્બાપેએ 22 ગોલ 22 મેચમાં કર્યાં છે. જયારે મેસ્સના નામે 21 ગોલ 33 મેચમાં છે.

ઉપરાંત એમ્બાપે વર્તમાન વિશ્વ કપમાં ગોલ્ડન બૂટની રેસમાં પણ મેસ્સીથી આગળ થયો છે. તેના હવે ટૂર્નામેન્ટમાં 10 ગોલ થયા છે. જયારે મેસ્સીના ખાતામાં 8 ગોલ છે. મેસ્સીએ હવે એમ્બાપેની બરાબરી કરવા ફાઇનલમાં 2 ગોલ કરવા પડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક