• મંગળવાર, 21 જુલાઈ, 2026

યુદ્ધના ધડાકા વચ્ચે ભૂકંપની ધ્રુજારીથી ઇરાનમાં ભય

વહેલી સવારે પાંચ વાગ્યે પાંચની તીવ્રતાનાં કંપનથી લોકોમાં ઉચાટ ફેલાયો

તેહરાન, તા. 19 ભીષણ યુદ્ધ વચ્ચે ઇરાનના દક્ષિણ-પશ્ચિમી ખુજેસ્તાન પ્રાંતમાં રવિવારની વહેલી સવારે પાંચ વાગ્યે પાંચની તીવ્રતાનો ભૂકંપ આવતાં ભય ફેલાયો હતો. પ્રાંતીય પ્રશાસને ઇમર્જન્સી એલર્ટ જારી કરી રાહત અને બચાવ એજન્સીઓને પૂર્ણપણે સક્રિય કરી દીધી હતી. ખુજેસ્તાન પ્રાંતના ગવર્નર સૈયદ મોહમ્મદ રજા મોલાઇજા દેહે કહ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાનોની ટીમો રવાના થઇ ગઇ છે. આઇઆરઆઇબી એજન્સીના અહેવાલ અનુસાર, પાંચની તીવ્રતાવાળા ભૂકંપનું કેન્દ્ર જમીનથી લગભગ 12 કિલોમીટરની ઊંડાઇએ હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક