GST વસૂલાતથી સરકારી ખજાનામાં જમા થયા કુલ 22.27 લાખ કરોડ
નવી દિલ્હી, તા.1: દેશનાં જીએસટી સંગ્રહમાં સતત મજબૂતી જોવા મળી રહી છે. નાણા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નવા આંકડા અનુસાર માર્ચ 2026માં કુલ જીએસટી વસૂલાત વધીને 200064 કરોડ રૂપિયા થઈ ગયું છે. જે માર્ચ 202પમાં 18384પ કરોડ રૂપિયાની તુલનામાં 8.8 ટકા વધુ છે.
સમગ્ર નાણાકીય વર્ષ 202પ-26માં કુલ જીએસટી સંગ્રહ 22.27 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે નાણાકીય વર્ષ 2024-2પનાં 20.પપ લાખ કરોડ રૂપિયાથી 8.3 ટકા અધિક છે. આ આંકડા કર વસૂલાત સતત મજબૂત બની રહ્યાંનો સંકેત આપી રહ્યાં છે. આંકડાઓ અનુસાર ઘરેલું જીએસટી વસૂલાત માર્ચમાં પ.9 ટકા વધીને 1.46 લાખ કરોડ રૂપિયા થઈ હતી. જે દેશની અંદરની ખપત દર્શાવે છે. જ્યારે આયાત સંબંધિત જીએસટી વસૂલાતમાં 17.8 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આયાતમાં ભારે વધારાનાં કારણે માર્ચમાં આઈજીએસટી સંગ્રહ વીધને 1.06 લાખ કરોડ રૂપિયા થયો હતો. સીજીએસટી અને એસજીએસટી સંગ્રહમાં પણ મામૂલી વધારો નોંધાયો છે. જે કેન્દ્ર અને રાજ્યનાં કર ઘટકોમાં સંતુલિત વૃદ્ધિ દેખાડે છે. માર્ચમાં કુલ જીએસટી રિફંડ વાર્ષિક આધારે 13.8 ટકા વધ્યું અને તે વધીને 22074 કરોડ રૂપિયા થયું છે.